Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સૌરાષ્ટ્રના વિદ્યાર્થીને નર્સિંગ ક્ષેત્રે પુરતી સુવિધાઓ મળશે

જૂનાગઢ-ગીરસોમનાથને ઉપયોગી શિક્ષણ : જુનાગઢમાં કુલ ૬૫૦ પથારીની સુવિધા ધરાવતી મેડિકલ કોલેજની હોસ્પિટલ કાર્યરત : તમામ સારવાર સુવિધાઓ

અમદાવાદ,તા.૧૬ :      નાયબ મુખ્યામંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, જુનાગઢ જુની સિવિલ હોસ્પિટલનો ઝનાના અને બાળકોનો વિભાગ જ્યા કાર્યરત છે એ બિલ્ડીંગ ત્યાં જ કાર્યરત ર્નસિંગ સ્કૂલ, જુનાગઢને ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના કારણે આ ર્નસિંગ સ્કૂલમાં ૪૦ બેઠકોનો વધારો થશે અને સૌરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને ર્નસિંગ ક્ષેત્રે અભ્યાસ કરવામાં વધુ સરળતા થશે.  પટેલે ઉમેર્યુ કે, જુનાગઢ તથા ગીરસોમનાથ બંને જિલ્લા વચ્ચે ર્નસિંગનું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા જનરલ ર્નસિંગ સ્કૂલ, જુનાગઢ છે. આ સંસ્થામાં વધુ માળખાગત સવલતો ઉપલબ્ધ બને તો ર્નસિંગ સ્કૂલમાં બેઠકોનો વધારો થવાની સંભાવનાને લીધે આ નિર્ણય કરાયો છે.

આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાત ર્નસિંગ કાઉન્સિલે પણ ૪૦ બેઠકોની પ્રવેશ ક્ષમતા જુનાગઢની ર્નસિંગ સ્કૂલ ઇન્ડિયન ર્નસિંગ કાઉન્સિલના ધારાધોરણ જાળવે તે શરતે મંજૂરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જુનાગઢ ખાતે જીએમઇઆરએસની ૬૫૦ પથારીની સુવિધા ધરાવતી અદ્યતન મેડીકલ કોલેજની હોસ્પિટલ કાર્યરત કરાઇ છે. જેમાં તમામ પ્રકારની સારવાર-સગવડતા મળી રહે છે. જુની હોસ્પિટલના બાળકોના વિભાગનું બિલ્ડીંગ હાલની ર્નસિંગ સ્કૂલ-હોસ્ટેલના કમ્પાઉન્ડમાં જ આવેલું હોઇ, આ મકાન ર્નસિંગ સ્કૂલને ઉપયોગ માટે આપવામાં આવે તો કોઇપણ જાતના વધારાના ખર્ચ સિવાય સ્કૂલ બિલ્ડીંગ તરીકે ઉપયોગ થઇ શકશે અને વિદ્યાર્થીઓની સલામતીમાં પણ વધુ અનુકૂળતા થશે.

(9:40 pm IST)