Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વૈજ્ઞાનિક માર્ગદર્શન કરવા માટે અગત્યની વેબસાઇટ લોંચ થઇ

સાયન્સ ફેસ્ટીવલમાં અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પડાયુ : આઇઆઇએસએફની ૨૫ એકટીવીટી એક જ વેબસાઇટ મારફતે જોઇ શકાશે અને વિજ્ઞાનની સમજણ કેળવી શકાશે

અમદાવાદ,તા.૧૭ : દેશના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા વૈજ્ઞાનિક સમજણ માટે એક ખાસ પ્લેટફોર્મ પૂરું પાડવાના ભાગરૂપે લખનૌમાં યોજાયેલા ૪થા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલમાં અગત્યની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી. આ વેબસાઇટમાં આઇઆઇએસએફની ૨૫ જેટલી એકટીવીટીને સમાવી લેવામાં આવી છે. જેથી સાયન્સમાં રસ ધરાવતો દેશનો કોઇપણ નાગરિક પળભરમાં આઇઆઇએસએફ વિશે જાણકારી મેળવી શકશે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ ખાતે યોજાયેલા ૪થા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલમાં ભારત સરકારની વિવિધ યોજનાઓને બહોળા વર્ગ સુધી પહોંચાડવા અને વિજ્ઞાન-ટેકનોલોજીની વ્યાપક ભૂમિકાને રજૂ કરવા સાયન્સઇન્ડિયા.ઇન નામની એક વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી.

આ વેબસાઇટમાં આઇઆઇએસએફ દ્વારા કરાતી વિવિધ એકટીવીટીઓને સામેલ કરાઇ છે. જેમાં ફોરેન સાયન્સ એન્ડ ટેકનોલોજી મીનીસ્ટ્રી કોન્કલેવ, ગ્લોબલ ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટેક હોલ્ડર મિટ, ઇન્ટરનેશનલ સાયન્સ લિટરેચર એન્ડ ફિલ્મ ફેસ્ટીવલ, નોર્થ ઇસ્ટ સ્ટડન્ટ્સ સંમેલન, યંગ સાયન્ટીસ્ટ કોન્ફરન્સ, સ્વચ્છતા કેમ્પેઇન, કૃષિ સંમેલન, હેલ્થ સંમેલન, ઇન્ડસ્ટ્રીઝ એકેડમીક સમારોહ, વુમન સાયન્ટીસ્ટ સમારોહ, નેશનલ સાયન્સ ટીચર કોંગ્રેસ, સ્ટુડન્ટ્સ સાયન્સ વીલેજ, સ્ટુડન્ટ્સ એન્જિનીયરીંગ મોડેલ કેમ્પેઇન સહિતની વિવિધ એકટીવીટીઓનો એક જ જગ્યાએથી અભ્યાસ થઇ શકે તે હેતુથી આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.

(9:36 pm IST)