Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સમાજમાં પરિવારને હરહંમેશ એકતામાં બાંધી રાખવો જરૂરી

ઉડાનની સ્ટારકાસ્ટ અમદાવાદની મુલાકાતે : ઉડાનની સ્ટારકાસ્ટના કલાકારો ચકોર અને સૂરજે તેમના પ્રશંસકોને નવરાત્રિની શુભેચ્છા પાઠવી : રોમાંચકતા સર્જી

અમદાવાદ,તા.૧૭ : સમાજમાં પરિવારનું અનોખુ અને અનેરું મહત્વ છે, તેથી પરિવારને હરહંમેશ એકતાંતણે બાંધીને રાખવો જરૂરી છે. આ માટે સહનશીલતા અને ક્ષમાની ભાવના પણ એટલી જ જરૂરી છે. પરિવારના લીધે જ ખુશી, શાંતિ અને સંતોષનો અનુભવ કરી શકાય છે એ મતલબનો સંદેશ આજે કલર્સ ટીવી પર દર સોમવારથી શનિવારે સાંજે ૭-૦૦ વાગ્યે રજૂ થતાં સફળ શો ઉડાનની સ્ટારકાસ્ટના કલાકારો ચકોર(મીરા દેવસ્થલે) અને સૂરજ ( વિજયેન્દ્ર કુમારિયા)એ અમદાવાદની મુલાકાત દરમ્યાન આપ્યો હતો. મીરા દેવસ્થલે અને વિજયેન્દ્ર કુમારિયાએ અમદાવાદ અને ગુજરાતની નવરાત્રિને લઇ અહીંના યુવાઓને ખાસ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા. ઉડાનની સ્ટારકાસ્ટના કલાકારો ચકોર(મીરા દેવસ્થલે) અને સૂરજ ( વિજયેન્દ્ર કુમારિયા)એ વધુમાં જણાવ્યું હતું કે, તેના માટે નિરંતર સંઘર્ષ કરવાથી સ્વતંત્રતા શકય બને છે. સ્વતંત્રતાની આ લાગણી જીવતં બનાવતાં કલર્સનું સોશ્યલ ડ્રામા ઉડાન જીવ અને સમાજના નિયમોની પ્રમાણિક ભજવણીની આસપાસ ઘૂમે છે. બંધુઆ મજૂર જેવા નિષેધાત્મક વિષય પર હુમલો કરતી ચર્ચાઓના પહેલા લાક્ષણિક નિયમના સંઘર્ષને ઉડાન પ્રકાશમાં આણે છે. ઉડાન પોતાની લડાઇ લડવા એક આત્મવિશ્વાસુ છોકરીથી લઇ એક માતા અને ન્યાય માટે તેણી હિમંતપૂર્વક સંઘર્ષ કરતી ચકોરની મુસાફરી ગાથા છે. મીરા દેવસ્થલેએ જણાવ્યું કે, શો પરની મારી મુસાફરી ખાસ્સી ભરપૂર કરી દેનાર છે કે, દર્શકો તરફથી આ કેટલાક અઠવાડિયામાં ખાસ કરીને મારા પાત્ર ચકોર અંગે મેં જે પ્રતિક્રિયાઓ અને પ્રતિસાદ મેળવ્યો છે તે મને ખરેખર ઉત્સાહિત અને દર્શકોની આભારી બનાવી દે છે. નવરાત્રિ મારો સૌથી મનગમતો તહેવાર છે, તેથી નવરાત્રિમાં હું મારા તમામ પ્રશંસકો અને ગુજરાતની જનતાને ખુશહાલી, આરોગ્ય અને સમૃધ્ધિની શુભેચ્છાઓ પાઠવું છું. દરમ્યાન વિજયેન્દ્ર કુમારિયાએ જણાવ્યું હતું કે, ઉડાન કલર્સ ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલ્યો આવતો શો છે અને દર્શકોમાં તે ખૂબ જ લોકપ્રિય અને સફળ બની રહ્યો છે. દર્શકોના આટલા સારા પ્રતિસાદને લઇ અમે સૌકોઇ ભારે ઉત્સાહિત અને આભારી છીએ. નવરાત્રિને લઇ ગુજરાત અને તેમાંય અમદાવાદ મારી પહેલી પંસદગી છે. હું દિલથી તમામ ગુજરાતીઓ ખાસ કરીને યુવા હૈયાઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું. ઉડાનની આવી રહેલ સ્ટોરીલાઇનમાં અન્જોર(ચકોરનું બાળક)નું જીવન ભયમાં છે અને ચકોર તેણીને ફરીથી બચાવી લેશે. જો કે, કેટલાક સંજોગોના કારણે અન્જોરને લાગે છે કે, ચકોર જ તેણીના જીવની પાછળ પડી છે અને તેણીને મારવા માટે ગુંડાઓ મોકલ્યા છે પરંતુ ચકોરથી નારાજ અન્જોરને લાગે છે કે, સૂરજ તેણીને વધારે ચાહે છે અને તેથી તે પોતાને ચકોરથી દૂર રાખે છે. આ અચાનક આવેલા વળાંકને વિક્રમ નોંધી લે છે અને માતા-પુત્રીની જોડીને અલગ કરવાના કારસા રચે છે અને તેને જોઇને આનંદ પામે છે. આગળની રસપ્રદ સ્ટોરી માટે કલર્સ ટીવી પર દર સોમવારથી શનિવારે સાંજે ૭-૦૦ વાગ્યે રજૂ થતાં સફળ શોને જોવો જ રહ્યો.

(9:36 pm IST)