Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

આણંદ-ખેડાની નિઃસંતાન મહિલાઓને બોગસ ડોક્ટરે નિશાન બનાવીને લાખો રૂપિયા પડાવ્યા

અમદાવાદ: સંતાનવિહોણા 25 જેટલા દંપતી પાસેથી એક ઠગ ડોક્ટરે લાખો રુપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાને ડૉ. અયુબ પઠાણ તરીકે ઓળખાવતા વ્યક્તિએ આણંદ અને ખેડાનાં ગામડાંની મહિલાઓને પોતાનો શિકાર બનાવી હતી. પોતાને ત્યાં આવતી મહિલા પાસેથી ઠગ ડોક્ટર દોઢ લાખ રુપિયા જેટલી માતબર રકમ પડાવતો હતો.

નકલી પ્રેગનેન્સી કિટ આપતો

ઠગ ડૉક્ટરનું સાચું નામ નામ આરીફ ખાન હોવાનું બહાર આવ્યું છે, જેની પાસે મેડિકલની કોઈ ડિગ્રી નહોતી. તે વ્યંધત્વની સારવાર બહાને મહિલાઓને માસિક મોડું આવે તેવા ઈન્જેક્શન લગાવી દેતો હતો. તે દર્દીને નકલી યુરિન પ્રેગનેન્સી કિટ પણ આપતો. એટલું નહીં, બીજી કોઈ મહિલાની જૂની સોનોગ્રાફી ક્લિપ્સ પોતાના લેપટોપમાં બતાવી તે પોતાને ત્યાં આવનારી મહિલાઓને તે ટ્રીટમેન્ટથી પ્રેગનેન્ટ થઈ ગઈ છે તેવું ઠસાવતો હતો.

પિરિયડ્સ આવતા થઈ શંકા

જોકે, ડૉક્ટર પાસેથી ટ્રીટમેન્ટ લીધાના થોડા મહિના બાદ પિરિયડ્સ આવતા મહિલાઓને પોતે ઠગાઈ હોવાનો અહેસાસ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, નકલી ડોક્ટર ધુણાદરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓને રવિવારે કે સાંજે વાગ્યા પછી બોલાવતો. જોકે, ટ્રીટમેન્ટની અસર થતાં મહિલાઓ આરોગ્ય કેન્દ્રમાં કામકાજના સમય દરમિયાન પહોંચી હતી, જ્યાં તેમને ખબર પડી હતી કે અહીં કોઈ અયુબ પઠાણ નામનો ડોક્ટર છે નહીં.

મહિલાઓના સિવિલમાં ટેસ્ટ કરાયા

આખરે પોતાને છેતરાયાનો અહેસાસ થતાં મહિલાઓએ ડાકોર પોલીસ સ્ટેશનમાં 9 ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ નકલી ડોક્ટર પોલીસના હાથમાં આવી ગયો છે. નકલી ડૉક્ટર પાસે જનારી મહિલાઓના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ પણ કરાયા છે. સિવિલના . સુપ્રિન્ટેન્ડેન્ટ એમડી ગજ્જરના જણાવ્યા અનુસાર, રિપોર્ટ્સના રિઝલ્ટ આવી જાય પછી મહિલાઓની સ્થિતિ અંગે કંઈ કહી શકાશે.

દર પાંચ-સાત દિવસે ઈન્જેક્શન આપતો

નકલી ડૉક્ટરની ઠગાઈનો ભોગ બનેલી એક મહિલાના જણાવ્યા અનુસાર, ડૉક્ટરે અનેક મહિલાઓને રીતે છેતરી છે. તે દર પાંચ- દિવસે ઈન્જેક્શન આપતો, જેના કારણે પેટ ભારે લાગતું, અને એવો અહેસાસ થતો કે પ્રેગનેન્સી રહી ગઈ છે. જોકે, થોડા સમય બાદ કેટલીક મહિલાઓને પિરિયડ્સ આવતા તેમને ડૉક્ટર પર શંકા પડી હતી. જેથી તેમણે પ્રાઈવેટ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી હતી, જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે તેઓ પ્રેગનેન્ટ નથી.

મહિલાઓ સાથે ડોક્ટરે શારીરિક સંબંધ બાંધ્યો?

ચોંકાવનારી એક વાત પણ સામે આવી છે કે, ડોક્ટરે કેટલીક મહિલાઓ સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, અંગે કોઈ મહિલા ખૂલીને કશુંય કહેવા માટે તૈયાર નથી. આટલા મહિના દરમિયાન ડૉક્ટરે ખરેખર શું કર્યું તે અંગે હજુય ઘણી માહિતી બહાર આવી નથી. બીજી તરફ, ખેડાના એસપી દિવ્ય મિશ્રાના જણાવ્યા અનુસાર, કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ફરિયાદી મહિલાઓના મેડિકલ રિપોર્ટ આવ્યા પછી આગળ શું કાર્યવાહી કરવી તે નક્કી થશે.

(6:07 pm IST)