Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નર્મદા કેનાલમાં વારંવાર આવતા ભંગાણથી ખેડૂતોની હાલત કફોડી બની

સરદાર: સરોવર અંતર્ગતની નર્મદા કેનાલ જે અમદાવાદ જિલ્લામાં ધંધુકા થી સૌરાષ્ટ્ર નહેર શાખા વલભીપુર તરફ જાય છે. આ નહેર શાખામાં અસમાજીક તત્તવો દ્વારા ભંગાણ કરતા હોવાની રાવ ઉઠવા પામી છે.
ધંધુકાથી વલભીપુર તરફ જે નર્મદા કેનાલ બ્રાંચ નીકળે છે. જે કેનાલ ધંધુકાના વાઢેળા ગામથી પણ પસાર થાય છે. આ વાઢેળા ગામ પાસેથી પસાર થતી કેનાલની અંદર કોઇ અસામાજીક તત્વો દ્વારા ભંગાણ કરવામાં આવતા વાઢેળાથી આગળ જતી કેનાલમાં પાણીનો પ્રવાહ  થઇ જતાં આગળનાં ખેડુતો ને પુરતા જથ્થામાં પાણી મળતુ નથી. તેટલું જ નહીં પ્રવાહમાં અવરોધ ઉભો કરીને પાણી આગળ જતું અટકાવવાનો પ્રયાસ કરે છે.
હાલમાં મોટાભાગનાં તાલુકાની અંદર નર્મદાનું પાણી નહીં મળતા ખેડૂત વર્ગમાં અસંતોષ ઉભો થયેલ છે. તેવા સમયે અસામાજીક તત્વો દ્વારા કેનાલ તોડી પાણીનો વ્યય કરવા ઉપરાંત કેનાલમાં જે પ્રવાહ આગળ જાય છે તેને પણ આડશો ઉભી કરીને રોકવાનો પ્રયત્ન કરતા હોવાથી કેનાલ ઉપર પોલીસ બંદોબસ્ત મુકી આવા તત્વો સામે અસરકારક પગલા લેવા માટે મીઠાપર ગામનાં અગ્રણી દ્વારા સંબંધીત તંત્રને લેખીત રજુઆત કરી છે.

(5:09 pm IST)