Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

બાકરોલ નજીક વિવિધ પ્લોટોની માહિતી એકત્ર કરવા તંત્ર કામે લાગ્યું

બાકરોલ: ખાતે આત્મિય વિદ્યાલયમાં ભાજપની મધ્ય ગુજરાત સાત જિલ્લાની પાલિકાઓનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આવ્યાં હતાં. અંતમાં પ્રશ્નોત્તરી દરમિયાન આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ નાયબ મુખ્યમંત્રી સમક્ષ અવકુડા અને આણંદ નગરપાલિકા વચ્ચેના સમન્વય અંગે ચર્ચા છેડી હતી. જેમાં આણંદ શહેરની વિવિધ ટી.પી. સ્કીમોમાં આવેલા જમીનના પ્લોટો પાછા લેવાની માંગણી કરી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગર આવવા માટેની સૂચના આપી હતી.
આ સંદર્ભે આણંદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જમીનના પ્લોટો અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જેમાં બાકરોલ ગામની જમીનનો પણ સમાવેશ થાય છે. આ તમામના દસ્તાવેજી પુરાવાઓ તૈયાર થઇ રહ્યાં છે. 

(5:08 pm IST)