Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કલોલના સિંદબાદ હાઇવે રોડ પર કારે સંતુલન ગુમાવતા સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

કલોલ:ના સિંદબાદ હાઇવે રોડ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના વિનોદ રમેશચંદ્ર પટેલ, ઇરફાન અફઝલભાઇ ખાન, રાજેશ રમેશચંદ્ર પટેલ, રમેશ પ્રવિણચંદ્ર પટેલ અને ઘનશ્યામ બાબુભાઇ પટેલ અલ્ટો કાર નં.જી.જે.૦૧. આર.એન.૨૯૬૨માં અમદાવાદથી મહેસાણા તરફ જઇ રહ્યા હતા.

તે વખતે કલોલ હાઇવે પર કાર ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર હાઇવે રોડનું ડીવાઇડર કુદીને સામેની સાઇડમાં જતી લકઝરી બસને ટકરાઇ હતી. જેમાં ઘનશ્યામભાઇ પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે કારમાં રહેલા વિનોદ, ઇરફાન, રાજેશ અને રમેશને પણ શરીરે ગંભીર ઇજાઓ થતા ચારેયને સારવાર માટે સોલાની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

(5:06 pm IST)