Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કઠલાલ અમદાવાદ હાઇવે પર કાર બાઈક સાથે ધડાકાભેર અથડાતા બેને ગંભીર ઇજા

કઠલાલ:કઠલાલ-અમદાવાદ હાઈવે રોડ હોટલ સામે પીકઅપ સ્ટેન્ડ નજીક કાર મોટર સાયકલ સાથે અથડાતા બે જણાંને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના શેરી મુખી ફળિયામાં રહેતા ભરતસિંહ ખુમાનસિંહ ચૌહાણ ગત તા. ૧૪-૧૦-૧૮ની રાત્રે મોટર સાયકલ નં. જીજે ૦૭ સીબી ૦૫૯૪ ઉપર સંબંધીને બેસાડી કઠલાલ અમદાવાદ હાઈવે પરથી હંકારી જઈ રહ્યા હતા ત્યારે રોયલ હોટલ સામે પીકઅપ સ્ટેન્ડ નજીક પૂરઝડપે હંકારી આવેલ ઈકો ગાડી નં. જીજે ૨૦ એ ૯૩૦૩એ ફાસ્ટ ટ્રેક છોડી સર્વિસ રોડ ઉપર જતી મોટર સાયકલ સાથે અથડાવતા ભરતસિંહ ચૌહાણ તેમજ તેમના સંબંધીને ઈજા થઈ હતી.
આ બનાવ અંગે ભરતસિંહ ખુમાનસિંહ ચૌહાણની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:03 pm IST)