Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સંજીવ ભટ્ટનો ગુન્હાહીત ઇતિહાસ સીઆઇડી પાલનપુર સેસન્સ કોર્ટમાં રજુ કરશે

ડીસમીસ્ડ આઇપીએસની જામીન અરજીનો ધારદાર દલીલો દ્વારા વિરોધ : ર૩મીએ અદાલતમાં શું થશે? આઇપીએસ વર્તુળોમાં ભારે ઉત્કંઠા

રાજકોટ, તા., ૧૭: હાઇકોર્ટમાં તત્કાલીન જસ્ટીસના સંબંધીના મિલ્કત દુકાન કે જે રાજસ્થાનનાં પાલીમાં આવેલ તે ખાલી કરાવવા માટે રાજસ્થાનના એડવોકેટ સુમેરસિંહ રાજપુરોહીતને ખોટા અફીણના ૧૯૯૬ના કેસમાં સંજીવ ભટ્ટ સામે ગુન્હાહીત ઇતિહાસ એકઠો કરવા સીઆઇડીએ પાલનપુર સેસન્સ કોર્ટમાં સમય માંગતા તા.ર૩ની મુદત પડયાનું સુત્રો જણાવે છે. અત્રે એ યાદ રહે કે ગત જુન માસમાં વર્ષો જુના આ મામલાની તપાસ હાઇકોર્ટ દ્વારા સીઆઇડી (ક્રાઇમ) ગુજરાતને કેસની ગંભીરતા ધ્યાને લઇ સુપ્રત કરી હતી.

સીઆઇડી વડા આશીષ ભાટીયા પાસે સમગ્ર તપાસ આવતાં જ ડીજીપી કક્ષાના આ અનુભવી અધિકારીએ સીઆઇડીમાં ડીઆઇજી કક્ષાના દિપાંકર ત્રિવેદીની રાહબરીમાં સીટની રચના કરી હતી.'સીટ' દ્વારા સર્વાગી તપાસ દરમ્યાન ડીસમીસ્ડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ભુમીકા પ્રકાશમાં આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સામે સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ સુપ્રિમ કોર્ટ સુધી પહોંચેલ પણ સફળતા મળી ન હતી.ડીસમીસ્ડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા પાલનપુર સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. સીઆઇડી હવે જામીન આપવાનો વિરોધ કરી સંજીવ ભટ્ટનો ગુન્હાહીત ઇતિહાસ કોર્ટમાં રજુ કરવા માટે ગઇકાલે ધારદાર દલીલો રજુ કરતા ર૩ મીની મુદત સેસન્સ કોર્ટે પાડી છે.અત્રે એ યાદ રહે કે આ ચકચારી મામલામાં રાજસ્થાનના એડવોકેટને ખોટા કેસમાં ફસાવવા અને મિલ્કત ખાલી કરાવવા કાવત્રું ઘડાયેલ. જે હોટલમાં અફીણ મલ્યાનું કહેવાય છે તે હોટલનાં રજીસ્ટ્રરમાં વકીલ સુમેરસિંહના હસ્તાક્ષર બનાવટી છે. હવે ર૩મીએ શું થાય છે તે તરફ મીટ છે.

(3:45 pm IST)