Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

લોકો રમી રહ્યા હતા ગરબા અને અચાનક આવી ચઢયો મગર !

વડોદરા તા. ૧૭ : વડોદરાથી ૧૭ કિમી દૂર પિપરીયા ગામમાં સોમવારે રાતે જયારે ગરબા રમાતા હતા ત્યારે જ ૭ ફૂટ લાંબો મગર ઘુસી ગયો હતો.

સોમવારે રાતે ૨ કલાકે પિપરીયા ગામમાં લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યાં હતાં. ત્યારે જ તળાવમાંથી એક મગર ગરબા પંડાલમાં આવ્યો હતો. પહેલા તો ડીજેનો અવાજ અને ગરબા રમવામાં ડુબેલા લોકોને મગર આવ્યો છે તેની ખબર પણ ન પડી. પરંતુ જેમ જેમ લોકોને ખબર પડતી ગઇ તેમ તેમ નાસભાગ મચી ગઇ હતી. સ્થાનિકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મગર ઘુસવાની જાણકારી આપી હતી. આ મગરને પછી રાતે ત્રણ વાગ્યાની આસપાસ  પકડવામાં આવ્યો હતો.આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેસ્કયૂ ટીમના મેંમ્બર જીગ્નેશ પરમારને જણાવ્યું કે પિપરીયી તળાવમાંથી આ વિસ્તારમાં મગર આવી ગયો હતો. સૂચના મળ્યા પછી જયારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચીને જોયુ તો મગર ગરબાના સ્થળથી થોડે જ દૂર બેઠો છે. ઘણી મુશ્કેલીઓ પછી તેને પકડવામાં અમે સફળ થયા. જે બાદ મગરને વડોદરા નર્સરીમાં છોડી દેવામાં આવ્યો છે.

(3:38 pm IST)
  • વાડીનારના ભરાણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ :યુવાનની હત્યા ;પોલીસ ઘટના સ્થળે પહોંચી :ગામમાં ભારેલો અગ્નિ : access_time 8:34 pm IST

  • આજે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવતઃ ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધાર્યાઃ દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૮૩ તો મુંબઇમાં ૮૮.૨૯નું લીટર મળે છેઃ ડીઝલનો ભાવ મુંબઇમાં ૭૯.૩૫ છે તો દિલ્હીમાં ભાવ રૂ. ૭૫.૬૯ છે access_time 11:42 am IST

  • BSNL દ્વારા ગ્રાહકોને દશેરાની ભેટઃ ધનલક્ષ્મી પ્રોજેકટ અમલમાં: ટેલીકોમ તંત્રનો દશેરા સંદર્ભે ખાસ ધનલક્ષ્મી પ્રોજેકટઃ ૧૮ ઓકટોબરથી ૭ નવેમ્બર સુધી સ્કીમઃ ચાલુ બીલ ભરે તેને બેીલમાં ૧ ટકો ડીસ્કાઉન્ટઃ પે બાય ડેઇટમાં ર ટકા અને એડવાન્સ બીલમાં ૩ ટકા ડીસ્કાઉન્ટઃ મહત્વની જાહેરાત access_time 11:42 am IST