Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નવરાત્રિમાં અમદાવાદ પોલીસનો સપાટો : 7 દિવસમાં 194 રોમિયોને જેલભેગા કર્યા

સાતમા નોરતે 18 રોમિયો સાથે 24 ઝડપાયા ;રિવરફ્રન્ટ પોલીસે છને દબોચ્યા

અમદાવાદ :નવલા નોરતામાં રાતે ગરબાની રમઝટ વચ્ચે પોલીસે વધુ 18 રોમિયોને ઝડપી પાડ્યા છે. નવરાત્રિના આ દિવસોમાં રાત્રિ મહિલા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ થઈ રહ્યુ છે..જેમાં સાતમા નોરતાની રાતે 18 રોમિયો સાથે કુલ 24 લોકો ઝડપ્યા છે. જેમાં રિવરફ્રન્ટ સ્ટ પોલીસે છ રોમિયો ઝડપ્યા છે. અત્યાર સુધી 194 રોમિયો ઝડપાયા છે કાર્યવાહી થઈ છે

 નવરાત્રી દરમિયાન સ્ત્રીઓની છેડતીના બનાવ ન બને અને મહિલાઓ નિર્ભય રીતે ફરી શકે તે માટે શહેરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અધીકારીઓ, ડિકોયની બે ટીમ તથા મહિલા હેલ્પલાઇન ૧૮૧ ની ૧૦ ટીમ, સુરક્ષા સેતુની ૫ ટીમ પેટ્રોલિંગ કરતી હોય છે.

(1:26 pm IST)