Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જાંબુઘોડા પાસે ખંડીવાવ નજીક બાઇક સ્લીપ થઇ ઘરમાં ઘુસી:એક મહિલા સહીત ત્રણનાં કરૂણમોત

પંચમહાલના જાંબુઘોડા નજીક સ્પીડમાં જઇ રહેલા બાઇક સ્લીપ થતાં એક મહિલા અને બે પુરુષના મોત નીપજ્યાં છે. બાઈક પર સવાર ત્રણેવ જણ બોડેલીના ઉઠવણ અને કાટવા ગામના છે.

  મળતી માહિતી પ્રમાણે જાંબુઘોડા પાસે આવેલા ખાંડીવાવ પાસેથી એક બાઇક ઘણી સ્પીડમાં જઇ રહ્યું હતુ. બાઇક પર એર મહિલા સાથે બે પુરૂષ બેઠા હતાં. પુરપાટ ઝડપે જતુ બાઇક વળાંકમાં ટર્ન ના લઈ શકતા ઘરમાં ઘુસી ગયું હતુ. આ અકસ્માત એટલો જોરદાર હતો કે તેમાં બાઇક સવાર ત્રણેવના મોત થયા છે.

(11:07 pm IST)