Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ગાંધીનગરમાં આદ્યાશકિતની આરતી ઉતારતા નીતિન પટેલ - જીતુ વાઘાણી

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં છઠ્ઠા નોરતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ મા આદ્યશકિતની આરતી ઉતારી હતી.ઙ્ગગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી અશોકભાઇ પટેલ અને શ્રી પુનમભાઈ મકવાણા, ગાંધીનગરના પૂર્વ મેયર શ્રી મહેન્દ્રસિંહ રાણા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા શ્રી હિમાંશુ પટેલે પણ આરતી ઉતારી હતી.ઙ્ગનવરાત્રી હવે ઉત્તરાર્ધ પ્રતિ છે ત્યારે ખેલૈયાઓના ઉત્સાહ અને ઉમંગ માં ભરતી આવી છે.ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં લોકો ખાસ ગરબા સાંભળવા માટે પણ આવે છે. (૨૧.૧૩)

 

(12:02 pm IST)
  • આદિવાસીના બંધારણીય અધિકારોનું રક્ષણ કરતા કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી : વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પસાર કરાયો હતો કાયદો :કાયદાને રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાયો હતો : હવે ખોટા પ્રમાણપત્રો મેળવનાર સામે થઇ શકશે કડક કાર્યવાહી access_time 4:49 pm IST

  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • ભરૂચ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને વહીવટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરે યોજાશે હેરિટેજ વોક:દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નથુ ધોબણની ધર્મશાળાથી સવારે 7 કલાકે હેરિટેજ વોકનો થશે પ્રારંભ:ઐતિહાસિક સ્થળોના વિકાસ માટે તંત્ર દ્વારા એકશન પ્લાન ઘડાયો: 7 કી.મી.ના રૂટમાં આવતા ઐતિહાસિક સ્થળનો કરાયો સમાવેશ access_time 1:13 am IST