Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

વાગરાના ગંધાર ગામની હદમાં ફેકટરીનું ઝેરી વેસ્ટ વોટર ઠાલવતા એક શખ્શ ઝડપાયો :એક ભાગી ગયો :ટેન્કર કબ્જે

ખુલ્લા ખાડામાં ચોખા પાણીમાં ટેન્કરમાંથી ઝેરી વેસ્ટ પાણી ઠાલવતા હતા

વાગરા તાલુકાના ગંધાર ગામની હદમાં ફેક્ટરીનું ઝેરી વેસ્ટ વોટર ઠાલવતા બે શખ્સો પૈકી એકને પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય એક શખ્સ ભાગી છૂટ્યો હતો. પોલીસે પાંચ લાખની કિંમતનું ટેન્કર કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

   પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા અને ભરૂચ એસ.પી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં કેમિકલ વેસ્ટ ઠાલવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હતી. જેમની સૂચના મુજબ વાગરા પોલીસ મથકની હદમાં ગંધાર ગામની હદમાં ખુલ્લામાં આવેલા ચોખ્ખા પાણીના નના-નાના ખાડાઓમાં વહેલી સવારે બે ઈસમો ટેન્કરમાંનું વેસ્ટ વોટર ઠાલવતા હતા. વાગરા પોલીસે બે પૈકી એકને પકડી પાડતાં તેનું નામ દલપત શંકર ચાવડા (રહે. પોરડા,તા.ઠાસરા, જી.ખેડા)નો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટેન્કરનો ચાલક સુરેશ રમણ ચાવડા (રહે, પોરડા, તા.ઠાસરા) ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો.
   ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલુ ટેન્કર નંબર જીજે 18 એ.યુ 8301 કિંમત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:57 pm IST)