Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સુરતના કેબલબ્રીજ પર કારમાં શોર્ટસર્કિટથી આગ લાગતા દોડધામ :કાર બળીને ખાખ

બોનેટમાં આગ ભભુકતા કાર ચાલકે રસ્તા વચ્ચે ઉભી રાખીને જીવ બચાવ્યો :ફાયરબ્રિગેડે આગ બુજાવી

 

સુરતના કેબલ બ્રિજ પર કારમાં શોર્ટસર્કિટથી આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ કરાતા ફાયર વિભાગ દોડી ગયું હતું અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. જોકે જોતજોતામાં આગ બળીને ખાખ થઈ ગઈ હતી.

  બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરત કેબલ બ્રિજ પરથી કાર પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક કારના આગળના બોનેટમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી જવા પામી હતી ચાલકે કાર રસ્તાની વચ્ચો ઉભી રાખી પોતાનો જીવ બચાવ્યો હતો

  . બનાવની જાણ કાર માલિકે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આને કાબુમાં લીધી હતી. કારમાં લાગેલી શોર્ટસર્કિટના કારણે લાગેલી આગને કારણે કાર ખાખ થઈ ગઈ હતી.

 

(9:10 pm IST)