Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

સુરત:ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ-હત્યાના ઘેરા પ્રત્યાઘાત રોષભેર કેન્ડલ માર્ચ:આરોપીને શોધવા પોલીસ બિહાર રવાના

બાળકીની અંતિમયાત્રામાં હૃદય વલોવાયું ;સૌ કોઈની આંખમાં આંસુ :આરોપીને ફાંસીએ લટકાવવા લાગણી

સુરતના લિંબાયત વિસ્તારમાં હવસનો શિકાર બનાવી 3 વર્ષની માસૂમ બાળકીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ ઘટના બાદ પરિવારજનોએ હોબાળો કરીને લાશને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પોલીસ અધિકારીની સાંત્વના બાદ પરિવારજનોએ લાશને સ્વીકારીને તેની અંતિમ વિધી કરી હતી. તો સાંજે સુરતના રસ્તા પર નીકળેલી કેન્ડલ માર્ચમાં લોકોનો રોષ જોવા મળ્યો હતો.

સુરતના લિંબાયતના ગોડેદરા વિસ્તારમાંથી જ્યારે બાળકીની અંતિમયાત્રા નીકળી ત્યારે સૌ કોઇની આંખોમાં આંસુ હતા. દરેક હૃદયમાં ઝંઝાવાત હતો કે 3 વર્ષની માસૂમને પીંખીને મોતને ઘાટ ઉતારનારને ફાંસીના માંચડે લટકાવી દેવામા આવે.

3 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને તેના પર હવસખોરે હવસ ગુજારી ત્યારબાદ માસૂમ બાળકીનું ગળું દાબીને તેને મોતને ઘાટ ઉતારી દેવાઇ. બાળકીની લાશ પડોશમાં રહેતા યુવકની ઓરડીમાંથી જ મળી છે. અને હાલમાં યુવક ફરાર છે.જેને શોધવા પોલીસની ટીમ બિહાર જવા રવાના થઇ ગઇ છે.

(12:38 am IST)