Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ખેડૂતોને વધુ એક ઝટકો :ખાતરના ભાવમાં થયો વધારો :15 દિવસમાં બીજીવાર ભાવ વધ્યા

અમદાવાદ :પાક વિમો, સિંચાઈ માટે પાણી સહિતના મુદ્દે પરેશાન ખેડૂત માટે પડતા પર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે 15 દિવસમાં બીજી વખત રાસાયણિક ખાતરમાં ભાવ વધારો નોંધાયો છે

. ડીએપી ખાતરમાં રૂપિયા 60નો વધારો નોંધાયો છે એએસપી ખાતરમાં 25 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ ઈફ્કો કંપનીએ રાસાયમીક ખાતરમાં ભાવ વધાર્યો હતો અને હવે સરદાર કંપનીએ પણ રાસાયણિક  ખાતરના ભાવ વધાર્યા છે.ડીએપી ખાતરના નવા ભાવ રૂપિયા 1400 થયા છે. તો એએસપી ખાતરના ભાવ 1,40 રૂપિયા થયા છે.

(4:45 pm IST)