Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સુરત:રાંદેર રોડ નજીક ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે રંગેહાથે ઝડપી પાડયા

સુરત: શહેરનારાંદેર રોડ રામનગર ગુ.હા. બોર્ડ પાસેથી મોબાઇલ પર ઓનલાઇન ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ અને ટેનિસ જેવી રમત પર સટ્ટો રમતા બે ને રંગેહાથ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આઇ.ડી-પાસવર્ડ આપનારને વોન્ટેડ જાહેર કર્યો છે.

રાંદેર પોલીસે બાતમીના આધારે રામનગર ગુ.હા. બોર્ડ નજીક સુભાષ ટેલરની સામે દોડા પાડયા હતા. જયાંથી મયુર ત્રંબક ટકલે (.. 24 રહે. બિલ્ડીંગ નં. 10, ઘર નં. 57, ગુ. હા. બોર્ડ, પાલનપુર પાટીયા) અને વિનય ઉર્ફે વિન્ની ગુરમુખદાસ ટેકવાની (.. 24 રહે. 63, વિશ્વકર્મા સોસાયટી, રામનગર વોક-વે નજીક) ને ઝડપી પાડી તેઓના મોબઇલ ચેક કર્યા હતા. મોબાઇલમાં ઓનલાઇન વેબસાઇટ પર પોર્ટોરોઝ (સ્લોવેનીયા) હાર્ડ ડબલ્યટીએ સિંગ્લસ ટુર્નામેન્ટની જાસ્મીન પૌલીની અને અન્ના કાલનીસ્કાયા વચ્ચેની ટેબલ ટેનિસની મેચ પર કોડવોર્ડ આધારિત જુગાર રમી રહ્યો હતા. બંનેની પુછપરછમાં આઇડી-પાસવર્ડ જય ચોટરાણી (રહે. શુભમ રેસીડન્સી, એલ.પી. સવાણી રોડ, અડાજણ) 5 ટકા કમિશન અને આઇ.ડી-પાસવર્ડ આપી રૂ. 10 હજારની ક્રેડિટ આપ્યાની તથા ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ અને ટેનિસ જેવી રમત પર સટ્ટો રમતા હતા. પોલીસે બંનેના મોબાઇલ ફોન કિંમત રૂ. 55,000 ના કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:18 pm IST)