Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સુરત: ભેસ્તાન નજીક બપોરના સમયે બિલ્ડીંગ નીચે રમતી બાળકી પર જર્જરિત સ્લેબ પડતા ગંભીર ઇજાથી બાળકીનું મોત

સુરત: ભેસ્તાન ખાતે સરસ્વતી આવાસ સ્લેબ પડવાનો સિલસિલો યથાવત રહેતા ત્યાંના લોકો માટે જીવનો જોખમ અને મોતને ભેટી રહયા હોવાનું કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે ગુરુવારે બપોરના સમય બિલ્ડીંગ નીચે રમતી બાળકી પર જર્જરિત બિલ્ડીંગનો સાહેબનો ભાગ પડતા ગંભીર ઈજા થતા મોતને ભેટી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપ ગઢના વતની અને હાલમાં ભેસ્તાન ખાતે આવેલ સરસ્વતી બિલ્ડીંગમાં  રહેતા ફારુખભાઈ શેખની 10 વર્ષીય પુત્રી ગુલફશા ગુરુવારે બપોરના સમય બિલ્ડીંગની નીચે અન્ય ચારથી પાંચ જેટલા બાળકો સાથે રમતી હતી.ત્યારે વરસાદ આવી જતા બાળકો પોતાના ઘરોમાં ભાગવા લાગ્યા હતા. ત્યારે ગુલફશા સાયકલ લઈને ઘર તરફ આવતી હતી. ત્યારે અચાનક બિલ્ડિંગનો સ્લેબનો પોપડો તૂટીને નીચે બાળકીના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. નોંધનીય છે કે બાળકી પિતા ફ્રૂટનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. ગુલફશા છ્ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અંગે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે બાળકી પિતા ફ્રૂટનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. ગુલફશા છ્ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અંગે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:17 pm IST)