Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

માસ પ્રમોશન મળવા છતા

ઇજનેરી કોર્ષમાં ૪પ ટકા બેઠકો ખાલી

ડીપ્લોમાં ઇજનેરી પ્રવેશમાં ર૮૩૦૭ ડીગ્રી ઇજનેરીમાં રર૧૯૪ બેઠકો મોક રાઉન્ડમાં ખાલી રહી

રાજકોટ, તા., ૧૭: એન્જીનીયરીંગ કોર્ષમાં આ વર્ષે પણ પ્રવેશ મેળવવામાં છાત્રોએ મોં ફેરવ્યું છે. ગુજરાતમાં ડીપ્લોમાં અને ડીગ્રી અભ્યાસક્રમ સરેરાશ ૪પ ટકાથી વધુ બેઠકો મોક રાઉનડમાં ખાલી રહી છે.

ધો.૧૦ પછી ડીપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે મોકરાઉન્ડ પુરો થઇ ચુકયો છે. મોક રાઉન્ડમાં કુલ ર૯૦૦૭ વિદ્યાર્થીને કોલેજની ફાળવણી કરવામાં આવી છે. આમ પ્રવેશ સમીતીએ ભરવાની થતી પ૭૩૧૪ બેઠકમાંથી ર૮૩૦૭ બેઠક ખાલી પડી છે. હાલમાં મોકરાઉન્ડમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પહેલા રાઉન્ડમાં ભાગ નહી લે તેના કારણે વધારે બેઠક ખાલી પડે તેવી શકયતા છે.

ડિપ્લોમાં ઇજનેરોની અંદાજે ૬૪ હજારથી વધારે બેઠક ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ગત વર્ષથી પ૦ ટકા મેેનેજમેન્ટ કવોટાની બેઠક ભરવાની સતા જે તે કોલેજ સંચાલકોને સોંપવામાં આવી છે.

ડીગ્રી એન્જીનીયરીંગની ૪૯૯૧૩ બેઠક માટે પ્રવેશ સમીતીએ મોકરાઉન્ડમાં વિદ્યાર્થીએ આપેલી ચોઇસના આધારે ર૭૬૧૯ વિદ્યાર્થીને કોલેજની ફાળવણી કરી દીધી છે. આમ મોકરાઉન્ડના અંતે પ્રવેશ સમીતી હસ્તકની રર૧૯૪ બેઠક ખાલી પડી છે. હાલમાં પહેલા રાઉન્ડ માટે ચોઇસ ફિલીંગ શરૂ કરવામાં આવી છે. આમ આગામી દિવસોમાં પહેલા રાઉન્ડ પછી ડીગ્રી ઇજનેરીમાં પણ ખાલી બેઠકનો આંકડો રપ હજારથી વધે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ડીગ્રી એન્જીનીયરીંગમાં કુલ ૬૪ હજાર બેઠક પૈકી સ્વનિર્ભર કોલેજોની પ૦ ટકા બેઠક ભરવા સંચાલકોને સોંપવામાં આવી હતી.

(3:13 pm IST)