Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

તહેવારોની ઉજવણી સાથે સુરતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું :એક અઠવાડિયામાં 31 લોકો સંક્રમિત

ઇચ્છાનાથ-પીપલોદ વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટીવ જાહેર થતાં આરોગ્ય તંત્ર ફરી દોડતું

સુરત : તહેવારોની ઉજવણી સાથે સુરત સિટીમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન એકલદોકલ કેસની સંખ્યા વચ્ચે વિતેલા એક સપ્તાહમાં 31 વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું નોંધાયું છે. આ દર્દીઓની ચાલી રહેલી સારવાર વચ્ચે સુરતનો પોશ વિસ્તાર કહેવાતા ઇચ્છાનાથ-પીપલોદ વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટીવ જાહેર થતાં પાલિકાનું આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું છે.

(12:26 pm IST)