Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

આમ આદમી પાર્ટીની મિટિંગમાં પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ

વકીલોના સરકાર પર ઉગ્ર પ્રહાર :વિસ્તારમાં ચાલી રહ્યા દારૂના અડ્ડાનીે ફરિયાદ કરવા ચીમકી આપતા પોલીસે કાર્યક્રમ કરવા મંજૂરી આપવી પડી હતી

અમદાવાદ,તા.૧૭ : આમ આદમી પાર્ટીની યોજાયેલી  મિટિંગમાં વકીલો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થતા અંતે પોલીસે કોઈ પણ વાદ વિવાદ ઉભો ના થાય તે માટે અંતે કાર્યક્રમ કરવા મંજૂરી આપવી પડી હતી.પોલીસે વકીલોની ધરપકડ કરવાની પણ તજવીજ કરતા બી.જે.પી.ના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને આ વિસ્તારમાં ચાલી રહ્યા દારૂના અડ્ડા મામલે ફરિયાદ કરવા ચીમકી આપતા પોલીસે શાંતિ પૂર્ણ કાર્યક્રમ કરવા મંજૂરી આપવી પડી હતી. કુબેરનગર માં આમ આદમી પાર્ટીની મિટિંગમાં પાર્ટીના ઉપ પ્રમુખ ગોપાલ ઇટલીયા ને મીટિંગ માં આવતા રોકવા તેમજ વકીલોને રોકવા સરદારનગર પોલીર્સે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી હતી.. આ પ્રોગ્રામ રદ કરવા એડી ચોંટી નો જોર લગાવ્યા બાદ પણ અંતે પોલીસ નિષ્ફળ રહી હતી.

              આમ આદમી પાર્ટીની કુબેરનગરમાં આગામી અમદાવાદ મ્યુનિ કોર્પો.ની ચૂંટણી અને વકીલી પાર્ટીમાં યોજાયા તેની મીટિંગ નો આયોજન  કુબેરનગર વોર્ડના આપ ના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર તથા લીગલ સેલના ઉપ પ્રમુખ કૈલાશભાઈ તમાઇચી એ એક મીટિંગ નું આયોજન કર્યો હતો.મિટિંગમાં આમ  આદમી પાર્ટીના ઉપ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ બી.જે.પી.સરકાર સરકારને દિલ્લી ની કેજરીવાલ સરકાર જે રીતે કામ કરી રહી છે તેવી કામગીરી કરવા પડકાર ફેંક્યો હતો.ભાજપની સરકાર અદાણી અને અંબાણીના ઈશારે ચાલી રહી છે. દેશ અને રાજ્યને ખાનગીકરણના નામે વેચી દિધું છે.લોકોને પોતાની વાત રજુઆત કરવાનો પણ અધિકાર છીનવી લીધો છે.ગુજરાતની સરકાર જો દિલ્લી સરકારની કોઈ પણ એક યીજના નો અમલ કરી બતાવે તો મારે આ ચૂંટણી લડવી નથી. લોકોને જાતિ કોમ ધર્મના નામે લડાવી સત્તા હાંસલ કરવામાં માને છે.જ્યારે આ વિસ્તારમાં ઇસરત એક્નાઉન્ટર અને અબ્દુલ લતીફ નો એક્નાઉન્ટર અને નરોડા પાટિયા હત્યાકાંડ માં નિર્દોસી ની હત્યા કરી નરેન્દ્ર મોદી અમિત શાહ દિલ્લી માં રાજ કરી રહ્યા છે. આવી ચોર સરકારને પરાજિત કરવા લોકોને વિનંતી કરી હતી.

(9:35 pm IST)