Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોનાંના કહેરથી આજે રાજ્યમાં અંસત:હ રાહત : છેલ્લા 24 કલાકમાં નવા 1379 કોરોના પોઝિટિવ કેસ નોંધવાની સામે રેકર્ડબ્રેક 1652 લોકો સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ : વધુ 14 લોકોના દુખદ અવસાન : કુલ કેસનો આંક 1,19,088 થયો : આજ સુધીમાં કુલ 99,808 લોકોએ કોરોનાને પરાસ્ત કર્યો

આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 280 કેસ ,અમદાવાદમાં 171 કેસ, વડોદરામાં 127, રાજકોટમાં 145 કેસ, જામનગરમાં 129 કેસ, ભાવનગરમાં 55 કેસ, ગાંધીનગરમાં 47 કેસ, મહેસાણામાં 41 કેસ, કચ્છમાં 30 કેસ, જુનાગઢમાં 37 કેસ નવા નોંધાયા : રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં આજે પણ તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : આજે કોરોનાંના કહેરથી રાજ્યમાં અંસત:હ રાહત જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં નવા 1379 કોરોના પોઝિટિવ કેસ નોંધવાની સામે આજે રેકર્ડબ્રેક 1652 લોકો સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 99,808 દર્દીઓએ કોરોનને પરાસ્ત કર્યો છે. આ સાથેજ કુલ રાજ્યનો કુલ કેસનો આંક 1,19,088 એ ફોચ્યો છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના દુખદ અવસાનની સાથે કુલ 3273 લોકો કોરોના ને લીધી મૃતી પામ્યા છે. અલબત્ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવર રહ્યો છે.

રાજ્યમાં આજે ૮૫,૬૨૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ ૩૬,૦૯,૨૭૩ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ ૧૬૦૦૭ છે. રાજ્યમાં રિકવરી રેટ ૮૩.૮૧‍% પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે નોંધાયેલા 1364 પોઝિટિવ કેસમાં આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ  280 કેસ ,અમદાવાદમાં 171 કેસ, વડોદરામાં 127, રાજકોટમાં 145 કેસ, જામનગરમાં 129 કેસ, ભાવનગરમાં 55 કેસ, ગાંધીનગરમાં 47 કેસ, મહેસાણામાં 41 કેસ, કચ્છમાં 30 કેસ, જુનાગઢમાં 37 કેસ નવા નોંધાયા છે.

(7:47 pm IST)
  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST