Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નડિયાદ:ગળતેશ્વર-ઠાસરા તાલુકાને જોડતો હાઇવે જર્જરિત હાલતમાં જોવા મળતા વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી

નડિયાદ:ગળતેશ્વર અને ઠાસરા તાલુકાને જોડતો બાધરપુરા સ્ટેટ હાઇવે જર્જરીત બન્યો છે.આ રસ્તા પર નાના-મોટા ત્રણસોથી વધુ ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.ગ્રામ્ય વિસ્તારથી શહેરીવિસ્તારને જોડતો ટુકામાં ટુકો રસ્તો જર્જરીત બનતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ગળતેશ્વર અને ઠાસરા તાલુકાને જોડતો બાધરપુરા સ્ટેટ હાઇવે થી ડાભસર આડબંધ સુધીના મહીકેનાલના જાહેર રસ્તો જર્જરીત બન્યો છે.આશરે ૪ કિ.મી ના રસ્તા ઉપર ૩૦૦ થી વધુ મોટા ખાડાઓ પડી ગયા છે.આ ઉપરાંત સ્થાનિક નાગરિકોએ જણાવ્યા અનુસાર આ રસ્તો  છેલ્લા પાંચ વર્ષથી જર્જરીત જોવા મળે છે.જેના કારણે સ્થાનિક નાગરિકો તેમજ હારદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.ટુકામાં ટુકા અંતરનો રસ્તો હોવાના કારણે તાલુકાના લોકો મુખ્ય રસ્તાનો ઉપયોગ કરે છે.જ્યારે આ રસ્તા પર મસમોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

(5:12 pm IST)