Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

અમદાવાદના ઘાટલોડિયામાં બપોરના સમયે વીજળી પડતા શ્રમજીવી યુવકનું મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામ્યો

અમદાવાદ: શહેરના ઘાટલોડિયામાં ગઇકાલે બપોરે વીજળી પડતાં શ્રમજીવી યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે નારોલમાં સાઇકલ લઇને જઇ રહેલા યુવકનો પગ લપસી જતાં કેનાલમાં પડતા મોતને ભેટયો હતો.

 આ કેસની વિગત એવી છે કે  રાજસ્થાનથી મજુરી  કામે આવેલા શ્રીરામ  ઓમ પ્રકાશ કુશવા (ઉ.વ.૩૦) તા.૧૫ના રોજ  ઘાટલોડિયા પ્રભાત ચોક પાસે ત્રિવેણી પાર્ક સોસાયટીમાં કડીયા કામે ગયા હતા, જ્યાં ધાબા   ઉપર કડિયા કામ ચાલતું હતુ ત્યારે બપોરે ૨.૧૫ વાગે અચાનક વીજળી પડતા  શ્રીરામને  શરીરે ગંભીર રીતે ઇજાઓ થઇ હતી. સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જતા સારવાર ઉપરના ડૉકટરે મરણ પામેલા જાહેર કર્યો હતો.

(5:06 pm IST)