Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) દ્રારા 90 કેસોની વર્ચ્યુઅલ સુનાવણી થઇ

જિલ્લા અને તાલુકાની કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી: પડતર કેસોની સંખ્યામાં ઘટાડો થશે

અમદાવાદ : કોવિડ 19માં સોશ્યલ ડિસ્ટન્સ  જાળવવું જરૂરી છે.સાથો સાથ પ્રેક્ટીસ કરવાની જરૂરી હોવાથી કર્મચારી ભવિષ્ય નિધિ ( ઇ.પી.એફ. )  દ્રારા મોટા ભાગના જિલ્લા અને તાલુકાની કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાનો પ્રારંભ કર્યો છે. જુલાઇ અને ઓગસ્ટ એમ બે મહિનામાં બે પ્રાદેશિક કચેરીઓમાં 90 ન્યાયિક કેસોમાં ઓનલાઇન મીટિંગ દ્રારા વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાઈ છે  જેમાં માલિક અને અરજદારોએ હાજરી આપી હતી. જેમાં ઝડપી નિકાલ, સંમતિ હુકમો અને તાત્કાલિક પાલન જેવી પ્રક્રિયા ઝડપી બની હતી.

ઇ.પી.એફ.ઓ.દ્રારા વ્યવસાયની સરળતામાં સુધારો કરવા માટે લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાંનો આ એક ભાગ છે. સલામત આઇટી એપ્લીકેશનનો ઉપયોગ કરીને અર્ધ ન્યાયિક કેસોમાં વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવાની નવી સુવિધા ઇન્ચાર્જ રાજય કક્ષાનાં મંત્રી સંતોષકુમાર ગંગવારએ 9મીએ  વર્ચ્યુઅલ રીતે યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ, કર્મચારીઓના પ્રોવીડન્ટ ફંડની 227મી બેઠકમાં શરૂ કરવામાં આવી હતી.ployee Provident Fund)

આ કોવિડ મહામારીમાં કેસના સમયસર નિકાલની ખાતરી કરવા માટે સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા જરૂરી. તે જ ઉદ્દેશથી કંપનીઓ અને તેના કર્મચારીઓને ઝડપી અને વહેલો ન્યાય આપવાના દ્રષ્ટિકોણ દ્રારા વર્ચ્યુઅલ મોડમાં ( ઓનલાઇન ) કરવામાં આવશે. વર્ચ્યુઅલ કોર્ટનો હેતુ ઓનલાઇન મોડ દ્રારા કેસના ચુકાદાની સુવિધા દ્રારા સંસ્થાના માલિક, અરજદાર અને વકીલોની શારીરિક જરૂરિયાતને દૂર કરી કેસનો ઝડપી નિકાલ કરવાનો છે.

આ સુવિધા માટે વર્ચ્યુઅલ હિયરીંગ યુટીલીટીઝને કોમ્પ્લાયન્સ ઇ પોર્સીંડીંગ્સ પોર્ટલ પર ઇપીએફ કોર્ટ પ્રક્રિયા સાથે એકીકુત કરવામાં આવી છે. તેનાથી ઇ નોટીસ ઇસ્યુ કરવામાં આવશે. કાર્યવાહીની રીઅલ ટાઇમ રેકોર્ડીંગ કરવામાં આવશે અને કેસમાં થતી વાતચીત કરવામાં આવશે. સુનાવણીને લગતી દરેક માહિતી / કેસની સ્થિતિ હવે પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

(12:35 pm IST)