Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સુરતમાં વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસની અનોખી ઉજવણી : 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

શહેરીજનોએ એકસાથે કેક કાપ્યા બાદ ભ્રષ્ટાચારમુક્ત ભારતનો સંકલ્પ કર્યો:

 

સુરતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના 70મા જન્મદિવસની અનોખી ઉજવણી થઈ હતી  વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 70 ફૂટ લાંબી અને 700 કિલો વજનની કેક બનાવાઈ હતી

  ભ્રષ્ટાચારમુક્ત ભારતની થીમ પર કેક બનાવાઈ હતી. શહેરીજનોએ એકસાથે કેક કાપ્યા બાદ ભ્રષ્ટાચારમુક્ત ભારતનો સંકલ્પ કર્યો હતો. કેકમાં આઝાદી બાદ દેશમાં થયેલા ભ્રષ્ટાચાર અને તેમાં શામેલ દોષિતોના ફોટા બનાવાયા હતા. ખાનગી બેકરીના માલિક દ્વારા 100 જેટલા કારીગરોની મદદથી કેક તૈયાર કરાઈ હતી.

(12:50 am IST)