Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદાને સુરત કોર્ટનું નોન બેલેબલ વોરન્ટ ઇશ્યૂ

30મીએ સુનંદા શેટ્ટીને કોર્ટમાં હાજર રહેવા આદેશ

 

સુરત : પ્રફુલ સાડી ખંડણી પ્રકરણમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદાને કોર્ટનું નોન બેલેબલ વોરન્ટ ઇશ્યૂ કરાયુ છે. અને આગામી 30મી તારીખે સુનંદા શેટ્ટીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં પ્રફુલ સાડીની એડ માટે શિલ્પા શેટ્ટીએ મોડલિંગ કર્યુ હતું. માટે પેમેન્ટ ચૂકવાયુ હતું. પરંતુ કરારની તારીખ પૂર્ણ થયા બાદ પણ પ્રફુલ્લ સાડીની શિલ્પા શેટ્ટીની એડ ચાલુ રહેતા શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ એડ બંધ કરવા અને બાકી પેમેન્ટની માંગણી કરી હતી. જે અંગે ફરિયાદી પંકજ અગ્રવાલે વર્ષ 2003માં સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સુન્નદા શેટ્ટીએ અંડર વર્લ્ડ ડોન ફજલુ રહેમાન થકી ખંડણીની માગણી કરી હતી. જે અંગે સુનંદા શેટ્ટીએ કોર્ટમાં કેસ ડિસ્ચાર્જ અરજી મૂકી હતી. જેને રદ કરવામાં આવી છે. અને સુરત કોર્ટે સુનંદા શેટ્ટી સામેના કેસના ચાર્જફ્રેમ માટે 30મી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યા છે

(12:28 am IST)