Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ગળતેશ્વર તાલુકાના વનોડામાં દુકાન ખોલવા બાબતે ઝઘડો થતા: સામસામે થયેલ હુમલામાં દુકાન મલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગળતેશ્વર:તાલુકાના વનોડા ગામમાં રહેતાં અમરતભાઈ ભીખાભાઈ રાવળ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ તેઓની ગામમાં જ હેર કટીંગ સલુનની દુકાન પણ આવેલી છે. આજરોજ સવારે અગિયાર વાગ્યાના અરસામાં અમરતભાઈ પોતાની દુકાનમાં બેઠા હતા. તે વખતે ગામમાં જ રહેતાં રણજીતભાઈ પ્રતાપભાઈ પરમાર ત્યાં આવી ચડ્યાં હતાં. અને તેઓએ અમરતભાઈ સાથે બોલાચાલી કરી હવે પછી તમે દુકાન ખોલશો નહી, જો ખોલશો તો તમારી દુકાન તોડી નાંખીશ તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. ત્યારે અમરતભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં રણજીતભાઈ ઉશ્કેરાઈ ગયાં હતાં. અને રણજીતભાઈએ હાથમાંની લાકડી અમરતભાઈને મારી ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી.

આ બનાવ અંગે અમરતભાઈ ભીખાભાઈ રાવળની ફરીયાદને આધારે સેવાલિયા પોલીસે રણજીતભાઈ પ્રતાપભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:33 pm IST)