Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ખેડા જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 8 જુદા જુદા સ્થળેથી 47 જુગારીઓની રંગે હાથે ધરપકડ

ખેડા:જિલ્લામાં ચાલતાં જુગારધામો પર પોલીસે લાલઆંખ કરી વિવિધ ગામ-શહેરોમાં ચાલતાં જુગારધામના આઠ ઠેકાણે દરોડા પાડી જુગાર રમતાં ૪૭ ઈસમોને કુલ રૂ.૭૬,૮૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ ડિવિઝન સ્ક્વોર્ડની ટીમ ગતરોજ મહેમદાવાદ તાલુકાના સિહુંજ ગામની પ્રાથમિક શાળાની સામે આવેલ જયઅંબે રાઈસ મીલની પાછળની ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગાર રમતાં શખ્સોમાં નાશભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં સાત જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં અમીતભાઈ યતીનભાઈ પટેલ, જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, કમલેશભાઈ ઉર્ફે સોમો ઉમેશભાઈ શર્મા, મિનેશભાઈ ઉર્ફે મેહુલ મનુભાઈ પટેલ, સતીષભાઈ વિનુભાઈ પટેલ, કમલેશભાઈ રતીલાલ ભટ્ટ અને કિરીટભાઈ રાવજીભાઈ પટેલનો સમાવેશ થાય છે. પકડાયેલા શખ્સોની અંગજડતીમાંથી ૧૧,૦૦૦, દાવ પરથી ૮૦૦ તેમજ પાંચ નંગ મોબાઈલ ફોન કિંમત રૂ.૧૬,૦૦૦ મળી કુલ રૂ.૨૭,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામે આવેલ રોજારોજી દરગાહ નજીક મહેમદાવાદ પોલીસની ટીમે ગત મોડી સાંજે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં ૬ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં સબીરભાઈ ઈબ્રાહિમભાઈ શેખ, યુસુફભાઈ ઉસ્માનભાઈ શેખ, મુસ્તાફહુસેન જાફરભાઈ શેખ, સમસુદ્દીન રસુલભાઈ અજમેરી, ઈસ્માઈલભાઈ અબ્દુલરહેમાન મન્સુરી અને સમસુદ્દીન પ્યારમહંમદ શેખનો સમાવેશ થાય છે. તેઓની અંગજડતીમાંથી ૫૫૦૦ તેમજ દાવ પરથી ૬૫૦ મળી કુલ ૬૧૫૦ની રોકડ રકમ મળી આવતાં જપ્ત કરવામાં આવી હતી.

(5:36 pm IST)