Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ખંભાત-તારાપુર રોડ પર સાઈડમાં ઉભેલ બાઇકને કરે હડફેટે લેતા એકનું કમકમાટીભર્યું મોત: ચાલાક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખંભાત: શહેરથી તારાપુર તરફ જવાના રોડ ઉપર આવેલા જીણજ ગામની સીમમાં ઓએનજીસીના પોઈન્ટ પાસે રોડની સાઈડમાં બાઈક લઈને ઉભેલા ચાલકને કારે ટક્કર મારતાં ૧નું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર જીણજ ગામે રહેતા ફરિયાદી સુખદેવ વેલુભાઈ વાઘેલા અને ભગવાનસંગ ઉર્ફે રણજીતસંગ છત્રસંગ ગોહેલ (ઉ. વ. ૪૩)જીણજ સીમમાં આવેલા ઓએનજીસીના પોઈન્ટ પાસે આવેલા ખેતરે બાઈક નંબર જીજે-૨૩, ક્યુ-૮૩૫૨નું લઈને ગયા હતા. ત્યાંથી પરત ફરતા હતા ત્યારે સાડા બારેક વાગ્યાના સુમારે સુખદેવભાઈને શૌચક્રિયા માટે જવું હોય બાઈક રોડની સાઈડ પર ઉભુ રાખીને તેઓ શૌચક્રિયા માટે ગયા હતા. જ્યારે ભગવાનસંગ બાઈક સાથે ઉભા હતા.

 

(5:27 pm IST)