Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સુરત: ટેક્ષટાઇલ વેપારીઓ પાસેથી માલની ખરીદી કરી પેમેન્ટ ન ચૂકવી દંપતીએ 1 કરોડની ઠગાઈ આચરી: મહિલાના જામીન રદ કરવામાં આવ્યા

સુરત: શહેરના ટેક્ષટાઈલ વેપારીઓ પાસેથી ઉધાર માલની ખરીદી કર્યા બાદ પેમેન્ટ નહીં આપી  રૃ.1 કરોડથી પણ વધુ રકમની ગુનાઈત ઠગાઈના કારસામાં સંડોવાયેલા ગુરુવાણી ટેક્ષટાઈલ  તથા ગુરુવર એનેક્ષના સંચાલક દંપતિ પૈકી આરોપી મહીલાએ સલાબતપુરા પોલીસની ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને પાંચમા એડીશ્નલ સેશન્સ જજ શ્રીમતી  એ.એન.અંજારીયાએ નકારી કાઢી છે.

રીંગરોડ સ્થિત ન્યુ ટી.ટી.માર્કેટમાં શ્રી ગુરુવાણી ટેક્ષટાઈલ તથા ગુરુવર એનેક્ષના નામે બે વર્ષોથી એમ્બ્રોડરી વર્કના ધંધો કરતા આરોપી  અર્પિત ભોગર તથા તેના પત્ની ટીના ભોગર (રે.શિવમ્ હાઈટ્સ,માધવબાગ પાલનપુર પાટીયા)એ સુરત ટેક્ષટાઈલ માર્કેટના જુદા જુદા 24 વેપારીઓ પાસેથી રૃ.1 કરોડથી વધુ કિંમતનો માલ ઉધાર ખરીદ્યો હતો.જેના પેમેન્ટ પેટે આપેલા ચેક વેપારીઓએ બેંકમાં વટાવતા સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફર્યા હતા. જેથી ભોગર દંપતિ વિરુધ્ધ ફરિયાદી સહિત ભોગ બનનાર વેપારીઓએ રૃ.1 કરોડથી વધુ રકમની ગુનાઈત ઠગાઈ તથા વિશ્વાસઘાતના કારસા અંગે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

(5:25 pm IST)