Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

હિંમતનગરના દેસાસણમાં મજૂરીના પૈસા લેવા બાબતે બે શખ્સોએ ઝઘડો કર્યો: આવેશમાં આવી મજૂરીના પૈસા માંગનાર ઈસમ પર જીવલેણ હુમલો કરતા મોત: આરોપીને દસ વર્ષની સજાની સુનવણી

હિંમતનગર:તાલુકાના દેસાસણ ગામે રહેતા એક શખ્સને બે વર્ષ અગાઉ મજુરીના પૈસા લેવા બાબતે બે શખ્સોે સાથે થયેલા ઝઘડા બાદ ઉશ્કેરાયેલા એક શખ્સે આવેશમાં આવી જઈને મજુરીના પૈસા માંગનાર ઈસમ પર ગાડાના આડાથી હુમલો કરી મોત નિપજાવ્યું હતુ. જે અંગેનો કેસ સોમવારે હિંમતનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયધીશે આડુ મારનાર દેસાસણના શખ્સને કસુરવાર ઠરાવી દસ વર્ષની કેદની સજા અને રૂ..૫૦૦૦ દંડ ફટકાર્યો છે. 

ગત તા.૨૨/૮/૨૦૧૭ ના રોજ દેસાસણ ગામથી સાકરોડીયા જતા રોડ પર ભરતભાઈ હેમતાજી ચૌહાણ અને અન્ય એક જણએ ગામના જ જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુભાઈ સોરમભાઈ ઠાકોર પાસે મજુરીના પૈસાની ઉઘરાણી કરતા જીતુભાઈ ઠાકોરએ ઉશ્કેરાઈને કહ્યું હતુ કે આજે તો તને પતાવી દેવાનો છે. અને લે આ પૈસા તેમ કહી ગાળો બોલવાનું શરૃ કર્યું હતુ. 

(5:24 pm IST)