Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

નર્મદા કેનાલમાં નવા નીર આવતા પાણીની ડોહળાશ વધી: સેકટરોમાં અપાતા પાણીમાં ડહોળાશ વધુ દેખાતા તંત્રને અપીલ કરવામાં આવી

ગાંધીનગર:નર્મદા કેનાલમાં નવા નીર આવવાના કારણે પાણીની ડહોળાશ વધી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી પસાર કરવા છતાં પણ ડહોળુ પાણી નગરજનોના નળમાં આવે છે. નવા સેક્ટરોમાં આપવામાં આવતા પાણીના રંગમાં સામાન્ય પીળાશ દેખાય છે ત્યારે આજે જુના સેક્ટોરોમાં અપાતા પાણીમાં ડહોળાશ વધુ દેખાઇ હતી. ત્યારે આ પાણી વપરાશ યોગ્ય કરવા માટે પાણી ગાળી અને ઉકાળીને ઉપયોગ કરવા તંત્રએ નગરજનોને અપીલ કરી છે. 

નર્મદા  ડેમના દરવાજા ખોલી હજારો ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું  હતું. કેનાલમાં પાણી છોડવામાં આવતાં ધીમે ધીમે આ નવુ પાણી ગાંધીનગર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં આવી પહોંચ્યુ છે. ગાંધીનગર નજીકની નર્મદા કેનાલમાં નવુ પાણી આવવાના કારણે જે સ્થિર પાણી હતું તે ડામાડોળ થયું છે અને કેનાલની સપાટીએ રહેલી માટી ઉપર આવી છે જેના કારણે પાણી ડહોળુ થઇ ગયું છે. 

(5:23 pm IST)