Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

'પતિએ પત્નિને ફોન કરી જમવાનું તૈયાર કરવા કહ્યું', ઘરે પહોંચ્યો મૃતદેહ

સુરત, તા.૧૭: સુરતના સચિન ઓવરબ્રિજ પર લોખંડના એંગલ ભરેલા ટ્રેલરમાં એક કાર ઘડાકાભેર દ્યૂસી ગઈ હતી. જેમાં કાર ચાલક યુવકનું દ્યટના સ્થળે જ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા ભારે જેહમતે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવકે અકસ્માતના પાંચ મિનિટ પહેલાં પત્નીને ફોન કરી જમવાનું તૈયાર કરવા કહ્યું હતું.

સિટીલાઈટ વિસ્તારમાં આવેલા સૂર્યા પેલેસમાં પ્રતિક સૂર્યકાત પટેલ પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ કારમાં ભરૂચથી પલસાણા થઈને સિટીલાઈટમાં આવેલા દ્યરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન સચિન ઓવરબ્રિજ પર લોખંડની એંગલ ભરેલા ટ્રેલરમાં તેમની કાર ઘૂસી ગઈ હતી. ટ્રેલર સાથે અકસ્માતમાં કારની ઉપરની સાઈડનો ભાગ કપાઈને ૧૦૦ ફૂટ દૂર પડ્યો હતો.

જયારે કાર ચાલક પ્રતિકનું માથું છુંદાઈ ગયું હતું અને શરીર બાજુની સીટ પર ઢળી પડ્યું હતું. ઘટનાની જાણ થતા પ્રતિકના મામા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસની મદદથી ભારે જહેમતે કારમાં ફસાઈ ગયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

(4:14 pm IST)