Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ગજબના છે!! પોલીસે દંડ ફટકાર્યો તો ધકકો મારી છનનન થઇ ગયા

અમદાવાદઃ રાજયમાં નવા મોટર વ્હીકલ એકટની અમલવારી થઇ છે. જેવા દૃશ્યો ગુજરાતના પહેલા કયારેય નથી દેખાયા એવા દૃશ્યો  જોવા મળ્યા છે. મોટા ભાગના લોકો રસ્તા પર હેલમેટ પહેરીને પોતાની બાઈક ચલાવતા નજરે ચડ્યા હતા. દ્યણા લોકોએ સરકારના આ નિયમને આવકાર્યો છે અને સલામતી માટે યોગ્ય નિર્ણય ગણાવ્યો છે. તો કેટલાક લોકોએ સરકારના આ નિયમને નકાર્યો છે. નવા મોટર વ્હીકલ એકટની અમલવારીમાં રાજયની જનતાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.  એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં આવેલા લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમની ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડની વાસુલાત કરવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન ડબલ સવારીમાં હેલમેટ ન પહેરીને બાઈક ચાલતા યુવકની બાઈકને પોલીસે રોકી હતી અને હેલમેટ કેમ નથી પહેર્યું તે બાબતે પૂછપરછ કરી હતી. યુવકે કારણ જણાવ્યા પછી પોલીસ દ્વારા યુવકને મેમો આપીને દંડની વસુલાત કરવાની કામગીરી કરવામાં આવતી હતી. ટ્રાફિક પોલીસે મોમોબુકમાં તમામ વિગતો ભરીને દંડની કલમો લગાવીને બાઈક ચાલકને સહીં કરવા માટે મેમોબુક આપી હતી. તે સમયે બાઈક પર પાછળની સીટ પર બેસેલા ઇસમે પોલીસને ધક્કો માર્યો હતો અને બંને બાઈક અને પોલીસની મેમોબુક લઇને ફરાર થઇ ગયા હતા. મેમોબુક લઇને ફરાર થતા ઇસમોને પકડવામાં માટે PSI એ બંને ઇસમોનો પીછો કર્યો હતો. PSI  ની બાઈકને પાછળને આવતી જોઈને ભાગી રહેલા બંને ઇસમો ડરી ગયા અને મેમોબુક રસ્તા પર નાંખીને ફરાર થઇ ગયા હતા.

(4:14 pm IST)