Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સરદાર સરોવર યોજના કાર્યસિધ્ધિની પૂર્ણતાએ...નર્મદાના નીર પારસમણિ

ગાંધીનગર, તા.૧૭: વાત સાચી છે, કાર્ય સિદ્ઘિ માટે પુરુષાર્થ અને પ્રારબ્ધ પણ જોઈએ. નિશ્યિત લક્ષ્યાંકે પહોંચવા માટે યોજનાબઘ્ધ પુરુષાર્થ અને જે તે સમયે તેના મળેલા સુંદર પરિણામો એટલે સરદાર સરોવર યોજનામાં મળેલ તબકકાવાર સિદ્દિ. રાજયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સરદાર સરોવર યોજનાની તબકકાવાર સિઘ્ધી વચ્ચેનો સંબંધ જોઈએ તો પુરુષાર્થ અને પ્રારબ્ધનો પ્રબળ સમન્વય સ્પષ્ટપણે પ્રતિત થાય છે. ૭મી ઓકટોબર,૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જયારે રાજયનો કાર્યભાર સંભાળ્યો ત્યારે સ્વયંમ તેઓએ પણ અપેક્ષા નહીં રાખી હોય કે સરદાર સરોવર બંધની જળસપાટી જયારે ૧૩૮.૬૮ મીટરે પહોંચશે ત્યારે તેઓને જ નર્મદામૈયાના નીરના વધામણા કરવાનો અવસર મળશે. પરંતુ ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સરદાર સરોવર કેવડિયા ખાતે નર્મદામૈયાના નીરના વધામણા થયાં એટલે જ તો એમ કહેવાનું મન થાય છે કે આ વધામણા સાથે સરદાર સરોવર યોજનાને તેની પૂર્ણતાએ પહોંચાડવાના તેમના પુરુષાર્થ અને પ્રારબ્ધના સમન્વયનો આ ભવ્ય અવસર છે. યોગાનુયોગ પણ કેવો! ૧૭મી સપ્ટેમ્બર એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ. જન્મદિવસના અવસરે નર્મદા બંધ ૧૩૮.૮ મીટરે હોય અને તેના નીરના વધામણાં થાય આથી વધુ જન્મદિનની ઉજવણી વધુ આનંદદાયી શું હોઈ શકે?

યોગાનુયોગ તો જૂઓ વર્ષ ૨૦૦૦ સુધી રાજયના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે અનેક

ગામોમાં નર્મદાના પાણી પહોંચવાનો પ્રારંભ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના શાસનમાં થયેલો ત્યારબાદ ઓકટોબર ૨૦૦૧ પછી મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજયની શાસન ધૂરા સંભાળી ત્યારબાદ તબકકાવાર રાજયના કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે નર્મદાનાં પાણી આપવાના શ્રી ગણેશ મંડાયા. એ પછી તો સિંચાઈનો વિસ્તાર વધતો જ ગયો અને નર્મદાના પાણીથી મઘ્ય તથા ઉત્ત્।ર ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ માટે તબકકાવાર નર્મદાના પાણી મળતા થયા અને જયા વરસાદ ખેંચાય ત્યારે ઉત્ત્।ર ગુજરાતનાં તળાવો ભરીને ઉત્ત્।ર ગુજરાતની ધરતીને પણ નવપલ્લવિત કરવામાં આવી. પરતું આ પરિણામ મેળવતા પહેલાં સરદાર સરોવર યોજનાને પૂર્ણતઃ પહોંચાડવામાં જે તે સમયે જે સંદ્યર્ષ કરવો પડયો અને કઈ રીતે આ સમગ્ર યોજના પાર પડી તેની સંદ્યર્ષમય તવારીખ પણ જાણવા જેવી છે.

ત્યારબાદ ૨૦૦૧ના ઓકટોબર મહિનામાં શ્રી નરેન્દ્રભાઈએ રાજયની શાસનધૂરા સંભાળી અને તેઓએ  દ્રઢ રાજકીય ઇચ્છાશકિત અને નિર્ણયશકિત સાથે તેઓએ સરદાર સરોવર યોજનાને ટોચની અગ્રતા આપી. અહીં મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી તરીકે તેમના સૌપ્રથમ જાહેર કાર્યક્રમના શ્રીગણેશ પણ સુકીભઠ સાબરમતી નદીમાં નર્મદામૈયાના અવતરણના કાર્યક્રમ સાથે જ થયા. આ કેટલો સુંદર યોગાનુયોગ કહેવાય ત્યારે જ તેઓએ કહેલુ કે મારે મન આ એક ગૌરવમય કાર્યક્રમ છે અને હું એ પણ જોઉ છું કે રાજયની સુકીભહ્ ધરતી માટે નર્મદામૈયાના નીર પારસમણી સાબીત થશે અને આજે જયારે સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ નર્મદામૈયાની જળ સપાટીથી છલકાઈ રહયો છે ત્યારે આગામી દિવસોમાં તેમની સંકલ્પવાણી સાકાર થવાની જ છે.

જયારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની શાસનધૂરા સંભાળી ત્યારે સરદાર સરોવર યોજનાના અમલીકરણમાં કોઈ ઓછા વિઘ્ન નહોંતા. મુખ્ય બંધનું કામ તબકકાવાર આગળ વધારવાની મંજૂરી મેળવવા પુનર્વસન અને પર્યાવરણને લગતી તેમજ નાણાંકીય સ્ત્રોતની પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ. જુલાઈ ૨૦૦૨માં બંધની ઉચાઈ ૯૫ મીટર, જૂલાઈ ૨૦૦૩માં ૧૦૦ મીટર અને ૩૦ જૂન ૨૦૦૪ના રોજ ૧૧૦.૭૪ મીટર પહોંચાડવામાં આવી. વર્ષ ૨૦૦૪માં ૨૫૦ મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસ તેમજ ફેબ્રુઆરી ૨૦૦૫થી જૂન ૨૦૦્રુ સુધીમાં ૧૨૦૦ મેગાવોટના રીવરબેડ પાવરહાઉસ દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું જેનો વધુ લાભ મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને મળતા ત્રણેય રાજયનું સંકલન વધુ મજબૂત બન્યું છે.

સરદાર સરોવર યોજનાની પ્રગતિના આટલા તબકકા પછી પણ શ્રી નરેન્ધ્ૂભાઈ મોદીના હસ્તે એક વધુ યશકલગી ઉમેરાવાનું પ્રારબ્ધ પણ જાણે પ્રતિક્ષા કરતું હતું. સરદાર સરોવર બંધને તેના પૂર્ણ બાંધકામ સુધી પહોંચાડવા દરવાજા લગાવી એટલે કે બંધને પૂર્ણ ઉચાઈ સુધી લઈ જવાની પ્રક્રિયા મે, ૨૦૧૪ સુધી અટકી હતી અને આ પ્રક્રિયા શ્રી નરેન્દ્રભાઈ મોદીના જ શાસનમાં જ આગળ વધે તેવી જાણે વિધિની ઈચ હોય તેવા સંજોગો સર્જાયા. વર્ષ ૨૦૧૪ના મેં મહિનામાં લોકસભાની ચૂંટણીઓમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એન.ડી.એ. સરકાર સત્ત્।ામાં આવી. અને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન તરીકેના કાર્યભાર સંભાળ્યાના ૧૭માં દિવસે સરદાર સરોવર બંધને પૂર્ણ ઉચાઈ સુધી લઈ જવાની તથા દરવાજા ખુલ્લા રાખવાની સ્થિતિમાં દરવાજા લગાડવાની મંજૂરી આપી. તે જ દિવસથી રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમીતી આનંદીબેન પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં બંધની આગળની કામગીરીને વધારવા અર્થાત દરવાજા મુકવાના કામનો આરંભ કરી અવિરત ચાલુ રાખી તિયત સમયમર્યાદા કરતા ૯ મહિના વહેલા આ કામગીરી પૂર્ણ કરાઈ.

રાજય સરકારે નર્મદા મૈયાના નીરના ઉપયોગ માટે સૌરાષ્ટ્ર માટે જે મહત્વકાંક્ષી યોજના અમલી બનાવી તે યોજના એટલે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ - સૌની યોજના, સૌરાષ્ટ્ર વિસ્તાર મહદઅંશે પથરાળ વિસ્તાર હોવાથી અને નદીઓ પણ લગભગ બારેમાસ સુકીભઠૃં રહેતી હોવાથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા લગભગ કાયમી હોય છે. આ સંજોગોમાં હયાત જળસંપત્તિ યોજના અંતર્ગત થતો જળસંગ્રહ અને ચેકડેમ કે તળાવો દ્વારા વરસાદી પાણીની જાળવણી તથા સંરક્ષણ દ્વારા પાણીની સમસ્યાનું અંશતઃ નિરાકરણ થઈ શકે છે. એટલેછેવટના ઉપાય તરીકે વધુ ઉપલબ્ધીવાળા નદીના બેઝીનમાંથી ઓછી ઉપલબ્ધી ધરાવતા સૌરાષ્ટ્રની નદીઓની બેઝીનમાં પાણી લાવી આ બેઝીનોના આતર્જાડાણ થકી પાણીની તમામ મૃશ્કેલીઓને પહોંચી વળાવાનું રાજય સરકારે આયોજન કર્યું અને આ આયોજન એટલે સૌની યોજના.

સૌની યોજના અતંર્ગત નર્મદાના પૂરના વધારાના પાણી પૈકી ૧ મિલીયીન એકરદીઠ પાણી (૪૩,૫૦૦ મિલીયન ઘનફુટ) સૌરાષ્ટ્ર વિસ્તારને ફાળવાયું છે. આ પાણી દ્વારા સૌરાષ્ટ્રના ૧૧૫ હયાત જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થાને વધુ મજબૂત કરી આશરે ૯૭૦ ગામો કરતા વધુ ગામોના ૮,૨૪,૮૭૨ જેટલા વિસ્તારમાં પીયતનો તથા પીવાના પાણીનો લાભ આપવાનું આયોજન સૌની યોજના અંતર્ગત કરાયુ છે. એટલે જ તો આ યોજનાને સોરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર યોજના ૩ તબકકામા અમલી બનાવવાનું રાજય સરકારના સિંચાઈ વિભાગે આયોજન કરતા તેના જે તે તબકકાઓની કામગીરી પૂરજોષમાં આગળ વધી રહી છે. પ્રથમ તબકકાનું કામ એપ્રિલ-૨૦૧૪માં શરૂ કરાયુ હતુ. તેના ૧૨ પેકેજની કામગીરી મહદઅંશે પૂર્ણ થવાથી જળાશયો દ્વારા ૧,૬૮,૦૦૫ એકરમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઈ છે. ૪ શહેરી વિસ્તાર અને ૪૯૦ ગામોમાં પીવાના પાણીની સુવિધા પાંચ જળાશયો દ્વારા ઉપલબ્ધ થઈ છે.

સૌની યોજનાથી અત્યાર સુધીમાં થયેલા લાભની વાત કરીએ તો ચાલુ વર્ષ ૨૦૧૯ સુધીમાં ૩૩ જળાશયો, ૫૦ કરતા વધુ તળાવો અને ૨૦૦ કરતા વધુ ચેકડેમમાં આશરે ૨૩,૭૧૨ મિલીયન દ્યનફૂટ નર્મદાના નીર ભરવામાં આવ્યા છે તે બહુ મોટી સિદ્ઘિ કહી શકાય.

સૌરાષ્ટ્ર માટે જેમ સૌની યોજના છે તેમ ઉત્ત્।ર ગુજરાત માટે સુજલામ સુફલામ પાઈપલાઈન યોજના પણ છે. આ સુજલામ સુફલામ યોજનાને કારણે ઉત્ત્।ર ગુજરાતની સુકીભઠ ધરા વધુ સુકી બનતી તો અટકી છે પરંતુ જયારે વરસાદ ખેંચાય છે અથવા વરસાદ અનિયમિત થાય ત્યારે વર્ષ ર૦૦૪-૨૦૦૫થી લગભગ પ્રત્યેક વર્ષમાં ભૂગર્ભ પાઈપલાઈન દ્વારા ઉત્ત્।ર ગુજરાતના તળાવોને નિયમિત રીતે વર્ષોવર્ષ ભરવામાં આવે છે. તેની વિગતોજોઈએ તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઈપલાઈનથી આજ સુધીમાં નર્મદાનાં પાણીનો ૧૨૦૦૦ મિલીયન કયુબીકફીટ જેટલો જથ્થો લીફટ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષ ૨૦૧૯ની વાત કરીએ તો ચોમાસા દરમિયાન કુલ મળીને ૫૦૦૦ મિલીયન કયુબીક ફીટ જેટલો જથ્થો જે તે તળાવમાં લીફટ કરાયો. તેમાં તળાવો ભરવા માટે ૧૫૫૦ મિલીયન કયુબીક ફીટ, સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ ભરવા માટે ૨૪૦૦ મિલીયન કયુબીક ફીટ,ડેમ ભરવા માટે ૫૦૦ મિલીયન કયુબીક ફીટ અને પીવા માટે ૫૫૦ મિલીયન કયુબીક ફીટનો તેમાં સમાવેશ થાય છે.

આમ સમગ્ર તયા સરદાર સરોવર યોજના તેના અમલીકરણના પૂર્ણતાના તબકકે પહોંચી ચૂકી છે અંદાજે ૨ વર્ષ સુધી ચાલે તેટલી નર્મદામૈયાની જળ રાશિ સરદાર સરોવર બંધમાં ઉપલબ્ધ થઈ છે ત્યારે આગામીદિવસોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં કહીએ તો નર્મદામૈયાના નીર ગુજરાતની ધરતી માટે પારસમણી સિઘ્ધ થાય તેવી આશાનો સંચાર થયો છે. હવે જયારે સરદાર સરોવર યોજના અંતર્ગત રાજયના જે તે વિસ્તારમાં આગામી દિવસોમાં જરૂર પડે ત્યારે નર્મદાના પાણી ઉપલબ્ધ થવાના છે ત્યારે તેનો વિવેકપૂર્ણ રીતે સિંચાઈમાં ઉપયોગ કરવામાં આવે તો ૧૮ લાખ હેકટરથી પણ વધુ હેકટરમાં નર્મદાના પાણીથી સિંચાઈ થતી રોકવામાં આપણને કોઈ રોકી શકશે નહીં. નર્મદાની જળરાશિ મૂલ્યવાન જળરાશિ છે તેનો કરકસરયૂકત ઉપયોગ કરવો તે સમયનો તકાદો છે .

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

(શિક્ષણમંત્રી અને પૂર્વ અઘ્યક્ષ, સરદાર સરોવર નર્મદા નિગમ)

(4:13 pm IST)