Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ગુજરાતમાં ર૭ તાલુકાઓમાં અઢી ઇંચ સુધી વરસાદ

ચોમાસાની સીઝનની વિદાય કે પછી હજુ દીવાળી સુધી ચાલુ રહેશે : ઉકાઇડેમની જળસપાટી ૩૪૧ ફુટને પાર

વાપી તા.૧૭ : રાજયના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે મહેર વરસાવ્યા બાદ છેલ્લા ૪૮ કલાકથી મેઘરાજા જાણે શાંત થયા હોય તેમ જણાઇ રહ્યું છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર હજુ પણ વરસાદ પડવાની સંભાવના વ્યકત કરાઇ છ.ે તો બીજી બાજુ નિષ્ણાતોનું માનવુ છે કે આ વર્ષે છેક દિવાળી સુધી વરસાદ ચાલુ રહેશેે અને એમાં પણ હજુ હાથિયો નક્ષત્ર બાકી હોવાનું કહેવાય છ.ે

આ વેળાએ સામાન્ય રીતે સવાલ ઉભો થાય કે શું હાલમાં મેઘરાજા ખરેખર વિદાય લેવાના મુડમા છે કે હજુ એકાદ રાઉન્ડ બાકી છ.ે

મેઘરાજાએ ખમૈયા કર્યા છે. એ વાત સત્ય છ.ે પરંતુ હજુ પણ જળાશયોની જળસપાટીઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. એ પણ એટલું સત્ય છ.ે

સરદાર સરોવર નર્મદા ડેમે તેની ઐતિહાસીક સપાટી વટાવી છે અને જેની ખુશી રૂપે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેવડિયા ખાતે નર્મદા ડેમ પર એ ફેમ પોઇન્ટ ઉપર ૧૦૦ બ્રાહ્મણોના શ્લોકો વચ્ચે નર્મદા નીરના વધામણા કરી પુજા અર્ચના પણ કરી છ.ે

જયારે બીજી બાજુ ઉકાઇડેમના ઉપર વારસમાં વરસાદ શાંત પડયોછે તેમજ ૧૬ મી.મી. સપ્ટેમ્બરથી ઉકાઇ ડેમનું રૂલ લેવલ ૩૪પ ફુટ થયું છે. જેને પગલે વહીવટી તંત્ર હવે ૧ લી ઓકટોબર સુધીમાં ડેમની સપાટી ૩૪પ ફુટ સુધી લઇ જશે.

જો આ દરમ્યાન મોટી માત્રામાં વરસાદ પડશે. કે મોટી માત્રામાં હુથનુરમાંથી પાણી છોડાશે તો કદાચ કોઇ નવો નિર્ણય લેવાશે. હાલમાં તો ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાની માત્રા ખુબજ ઘટાડી દેવાઇ છ.ે

આજે સવારે સ૯ કલાકે ઉકાઇડેમની જળસપાટી સતત વધીને ૩૪૧.ર૧ ફુટે પહોંચી છે ડેમમાં ૪૬,૮પ૩ કયુસેક પાણીના ઇનફર્લો સામે માતર ૧૧.૮૩ર કયુસેક પાણી જ છોડાઇ રહ્યું છે. આ માત્રા ઘટતા હવે શહેરના કોજવેની જળસપાટી આજે સવારે ૯ કલાકે ઘટીને ૭.ર૩ મીટરે પહોંચી છ.ે

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદરના મુખ્યત્વે આંકડા સૌ પ્રથમ દ.ગુજરાત પંથકમાં તાપી જીલ્લાના તાલુકાઓમાં વ્યારા ૧૦ મી.મી., સુરત જીલ્લાના તાલુકાઓમાં માંગરોળ ર૮ મી.મી. નવસારી જીલ્લાના તાલુકાઓમાં ગણદેવી ૩૮ મી.મી. જલાલપોર ર૩ મી.મી. અને નવસારી ૬૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૧૯ મી.મી.અને કપરાડા ૧૮ મી.મી. તોડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૧૮ મી.મી. સુખીર ર૦ મી.મી. અને વધઇ ૧ર મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જો કે કચ્છ, ઉ.ગુજરાત તેમજ પૂર્વ અને મધ્ય ગુજરાત પંથકમાં છેલ્લા ર૪ કલાકથી મેઘરાજા જાણે વિરામ પર ઉતર્યાનું જણાય છે.

આ લખાઇ રહ્યું છેત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાત પંથકના કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ ડોળ કર્યો છે. તો કયાંક ઝરમર વરસાદ પડી રહ્યો છે.

(3:43 pm IST)