Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

માટીની ર૭૦૦૦ મૂર્તિઓનું વેચાણ, રાષ્ટ્રીય એવોર્ડ તરફ કદમ

ગુજરાત પી.ઓ.પી.ની મૂર્તિની માંગમાં ધરખમ ઘટાડોઃ જયેશ રાદડિયા

ગાંધીનગર તા. ૧૭ : રાજયમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓના બદલે ઇકોફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદકોને વેગ આપવા માટે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવેલ છે તેમ કુટિર ઉદ્યોગમંત્રી જયેશ રાદડિયા જણાવે છે.

'કાલે આઇડોલ પ્રોજેકટ' અંતર્ગત ગણેશજી, દશામાં તથા અન્ય દેવી દેવતાઓની મૂર્તિ ઇકોફ્રેન્ડલી બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજયમાં હાલ કુલ ૧૦૦૦૦ જેટલા કારીગરો આ ક્ષેત્રે કાર્યરત છે અને પ્રતિવર્ષ અંદાજે ર લાખથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છ.ે

જે અંતર્ગત કારીગરોને તાલીમ, ટુલકીટ, ઉત્પાદન અને બજાર સપોર્ટ પૂરો પાડવામાં આવે છે જે માટે પ્રતિ મૂર્તિ દીઠ રૂ.૧૦૦/- મુજબ ૧ ફુટથી ૯ ફુટ સુધીની મૂર્તિ માટે વધુમાં વધુ રૂ.પ૦૦૦/- સુધીની વાર્ષિક મર્યાદામાં કુટુંબદીઠ વેચાણ સહાય તથા પ૦% સબસીડાઇઝ રેઇટથી માટી કારીગરોને સબસીડી આપવામાં આવે છે. ધાર્મિક કાર્યક્રમોના એક માસ પૂર્વેથી જ પ્રચાર અને પ્રસારની જાગૃતિ લક્ષી કામગીરી કરવામાં આવે છ.ે

ચાલુ વર્ષે ર૦૧૯-ર૦ દરમ્યાન કુલ-૬ માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ-૪૩૮ કારીગરોએ ભાગ લીધેલ હતો. આ મેળાઓમાં કુલ રૂ.૪.પપ કરોડની કિંમતની કુલ ર૭૦૦૦ માટીની મૂર્તિનું વેચાણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત અંદાજીત રૂ.૩પ.૦૦ લાખની વેચાણ સહાય આપવામાં આવશે.

સંસ્થાનની આ સરાહનીય કામગીરીની રાષ્ટ્રીય ફલક ઉપર પણ નોંધ લેવામાં આવેલ અને વર્ષર૦૧૯-ર૦ દરમ્યાન Governance-Environment & Sustainability   કેટેગરીમાં SKOCH AWARD- ર૦૧૯-ર૦ માટે કલે આઇડોલ પ્રોજેકટ નોમીનેટેડ થયેલ છે.

માટી મૂર્તિ ઉત્પાદન યોજના અન્વયે પ૦% સબસીડાઇઝ રેઇટથી કુલ રૂ.૧૦.૦૦ લાખથી સબસીડી દ્વારા કુલ રરપ.૭૭ ટન માટીનું વિતરણ કરવામાં આવ્યું આ યોજના થકી રાજયમાં પી.ઓ.પી.ની મૂર્તિની માંગમાં કુલ ૭પ ટકા જેટલો જંગી ઘટાડો થયેલ છે.યોજનાનો વ્યાપ વધારવા વર્ષ ર૦ર૦-ર૧ દરમ્યાન રાજયની તમામ મહાનગરપાલિકા વિસ્તારોને આવરી લઇ ૧૦૦૦ પી.ઓ.પી.કારીગરોને માટીની મૂર્તિ બનાવવાની તાલીમ આપવામાં આવનાર છે.

(3:32 pm IST)