Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ગુજરાત સરકાર દ્વારા વેપાર, વાણિજય અને સર્વિસ સેકટરના ડેવલોપમેન્ટ તથા નવી ઔદ્યોગિક પોલીસી-ર૦ર૦ અંગે પ્રથમ ટાસ્ક ફોર્સ કમીટીની મીટીંગનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવેલ

રાજકોટ ચેમ્બર વતી પૂર્વ પ્રમુખશ્રી શિવલાલભાઇ બારસીયા ઉપસ્થિત રહી મીટીંગમાં પ્રશ્નો-સુચનો રજૂ કરેલ

રાજય સરકાર દ્વારા હાલમાં વેપાર, વાણિજય અને સર્વિસ સેકટરના ડેવલોપમેન્ટ માટે તથા નવી ઔદ્યોગિક પોલીસી-ર૦ર૦ અંગે વિવિધ કમીટીઓનું ગઠન કરેલ છે જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને પ્રતિનિધિત્વ આપવામાં આવેલ છે. જે અનુસંધાને રાજય સરકાર દ્વારા તા.૧૬-૯-ર૦૧૯ના રોજ સ્પેશ્યલ કમિશનર-કોમર્શીયલ ટેક્ષની ઉપસ્થિતિમાં પ્રથમ ટાસ્ક ફોર્સ કમીટીની મીટીંગનું અમદાવાદ ખાતે યોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખશ્રી શિવલાલભાઇ બારસીયા ઉપસ્થિત રહી, તેઓ દ્વારા વેપાર-ઉદ્યોગ અને સર્વિસ સેકટરના ડેવલોપમેન્ટ તથા નવી ઔદ્યોગિક પોલીસી-ર૦ર૦ અંતર્ગત પ્રશ્નો તથા સુચનો રજૂ કરેલ જેમાં મુખ્યત્વે વેપાર, વાણિજય અને સર્વિસ સેકટરને કેપિટલ સબસીડી, વ્યાજ સબસીડી, સ્કિલ ડેવલોપમેન્ટ, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તેમજ જરૂરી અન્ય સુવિધાઓને વધુમાં વધુ સમાવેશ કરવા માટે મૌખિક તેમજ લેખિત ભારપૂર્વક રજુઆત કરવામાં આવેલ તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:30 pm IST)