Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સ્ટેમ્પ પેપરના વિકલ્પે જિલ્લાવાર વ્યવસ્થા, વેન્ડરને ત્વરિત 'ઇસ્ટેમ્પીંગ' લાયસન્સ

ર૮૭ સબ રજીસ્ટ્રાર કચેરી ઉપરાંત ૧રર કેન્દ્રો પર નવી સેવા ઉપલબ્ધ

ગાંધીનગર, તા. ૧૭ :  રાજય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો-અંતર્ગત  તા.૦૧/૧૦/૨૦૧૯ થી લાયસન્સ સ્ટેમ્પ વેન્ડર નોન જયુડીશીયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી શકશે નહીં તેવુ ઠરાવેલ છે. તે સંજોગોમાં એકતરફ સ્ટેમ્પ વેન્ડર પાસેના પડતર ફીઝીકલ સ્ટેમ્પ પેપર પરત લેવાની, તેઓને તે પેટે રીફંડ ચૂકવવાની તથા તા.૧/૧૦/૧૯ થી રાજયમાં નાગરિકોને ફીઝીકલ સ્ટેમ્પ પેપરના વેચાણ બંધ કરવાથી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક અસરથી હાથ ધરવાની રહેશે. તેમ રાજયના સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પસ શ્રી દિનેશ પટેલે પરિપત્ર પ્રસિધ્ધ  કરી જણાવ્યુંૈ છે.

પરિપત્રમાં જણાવ્યા મુજબ જે લાયસન્સ સ્ટેમ્પ વેન્ડર પાસે નોન-જયુડિશિયલ સ્ટેમ્પ પેપરનો જથ્થો પડ્યો હોય તે તા.૩૦/૦૯/૨૦૧૯ ના કચેરી સમય બાદ તુરંત તે જ દિવસે સંબંધિત કલેકટર/પ્રાંત/મામલતદાર કચેરીમાં જમા કરાવવાનો રહેશે તેમજ સંબંધિત કલેકટર/પ્રાંત/ મામલતદાર કચેરીઓએથી લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરના નોન-જયુડિશિયલ સ્ટેમ્પ પેપરના વેચાણના રજિસ્ટરો જમા લઇ, ચકાસણી કરી, જે તે કચેરીમાં નિયમોનુસારના સમયગાળા માટે સાચવવા/જાળવવાના રહેશે.

કલેકટર/પ્રાંત/મામલતદાર કચેરીઓએ તેઓની કચેરી ખાતે લાયસન્સ સ્ટેમ્પ વેન્ડરો પાસેથી જમા થતા નોન-જયુડિશિયલ સ્ટેમ્પ પેપરનાં જથ્થાં પરત્વે તેનું રીફંડ ચુકવવાની નિયમોનુસારની આગળની કાર્યવાહી કરવાની રહેશે.

કલેકટર/પ્રાંત/મામલતદાર કચેરીઓએ લાયસન્સ સ્ટેમ્પ વેન્ડરો પાસેથી પરત મેળવેલ નોન- જયુડિશિયલ સ્ટેમ્પ પેપરનો જથ્થો રીફંડના હકમ સાથે જિલ્લા તિજોરી કચેરીમાં જમા કરાવવાનો રહેશે. જિલ્લા તિજોરી કચેરીઓએ તેઓની પાસે જમા આવેલ નોન-જયુડિશિયલ સ્ટેમ્પ પેપરને સિક્કાવાળા અને સિક્કા વગરના સ્ટેમ્પ પેપર એમ અલગ અલગ રાખવાના રહેશે.

રાજય સરકાર દ્વારા ડિજિટલ અને કોમ્પ્યુટરાઇઝેશન સેવાઓના લાભો જાહેર જનતાને સીધા અને અસરકારક રીતે પ્રાપ્ત થાય તે માટે તમામ ૨૮૭ સબ રજીસ્ટ્રાર ઓફિસમાં ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો ઉપલબ્ધ છે. આ ઉપરાંત; કો. ઓ. બેન્કોના અને નેશનલાઇઝડ બેન્કોના કુલ ૧૨૨ કેન્દ્રો થઈને કુલ ૪૭૪ કેન્દ્રો પરથી ઇ-સ્ટેમ્પીંગની સેવાઓ ઉપલબ્ધ છે. જેની યાદી https://stampsregistra tion.gujrat.gov. in વેબસાઈટ ઉપર પણ ઉપલબ્ધ છે.

ઉકત ઈ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રોએ જાહેર જનતાને સ્ટેમ્પ ડ્યુટી ચુકવવામાં અગવડ ન પડે તે માટે તા.૦૧/૧૦/૨૦૧૯ ના રોજથી સવારના ૯ થી સાંજના જયાં સુધી નાગરિકો ઇ-સ્ટેમ્પ મેળવવા ઉપસ્થિત હોય ત્યાં સુધી તમામને ઇ-સ્ટેમ્પ ઇસ્યુ થાય ત્યાં સુધી ઈ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્રો ચાલુ રાખવા સુચના આપવામાં આવેલ છે. આ બાબતે કોઇ પ્રશ્ન ઉભો થયે આ સાથેની યાદી મુજબના સ્ટોક હોલ્ડોગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.ના જે તે જિલ્લાના ઇન્ચાર્જનો તથા જરૂર જણાયે સુપ્રિન્ટેન્ટેડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી ખાતેના સ્ટાઙ્ખક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી.ના પ્રતિનિધિ  હિમાંશુભાઇ શાહનો મો.નં.૯૮૯૮૫૨૬૬૦૬ તથા ટેલિફોન નં.૦૭૯-૨૩૨-૮૮૬૦૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ફ્રેન્કીંગ મશીન રૂલ્સ-ર૦૦૫ અન્વયે તમામ પ્રકારની બેન્કોને એટલે કે સરકારી, ખાનગી-રીઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળની તથા એ-ઓડીટ વર્ગ ધરાવતી કો-ઓપરેટીવ બેન્કોને જાહેર જનતાને ફ્રેન્કીંગ સ્ટેમ્પનું વેચાણ કરવા માટેના અત્યાર સુધીમાં કુલ-૪ર૦ પરવાના આપેલ છે. જૈ પૈકી જાહેર

જનતાના ઉપયોગ માટે કુલ-૩૩૭ પરવાના કાર્યરત છે. જેની યાદી https://stampsregistra tion.gujrat. gov. inવેબસાઈટ ઉપર પણ ઉપલબ્ધ છે.)

જાહેર જનતાને સ્ટેમ્પ ડ્યુટી ચુકવવામાં અગવડ ન પડે તે માટે સ્ટેમ્પ ડ્યુટી ફ્રેન્કીગ મશીન પરવાના ધરાવતી બેંકોએ જરૂર જણાય તો તા.૦૧/૧૦/૨૦૧૯ ના રોજથી સવારના ૯ થી સાંજના જયાં સુધી નાગરિકો ફેંકીંગ સ્ટેમ્પ મેળવવા ઉપસ્થિત હોય ત્યાં સુધી તમામને ફેકીંગ સ્ટેમ્પ ઇસ્યુ થાય ત્યાં સુધી સ્ટેમ્પ ફ્રેન્કીંગની સુવિધા ચાલુ રાખવા બેંકોના પરામર્શમાં સ્થાનિક કક્ષાએ વિચારણા કરી જરૂરી વ્યવસ્થા જિલ્લા કલેકટરશ્રીએ ગોઠવવાની રહેશે.

સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી. ની રાજયના અમરેલી, દાહોદ, ખેડા-નડિયાદ, નર્મદા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વલસાડ, તાપી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ડાંગ, બોટાદ, મહીસાગર, છોટા ઉદેપુર, મોરબી, દેવભૂમિદ્વારકા, અરવલ્લી, ગીર અને સોમનાથ જિલ્લાઓ કચેરીઓ નથી. તે જિલ્લાઓમાં સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લી. ના અધિકારીઓ તા.૧૭/૦૯/૨૦૧૯ થી નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરીઓમાં બેસી અરજીઓ સ્વીકારશે.

(12:41 pm IST)