Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આવતા અઠવાડીયે મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્ડ!

ગુરૂથી શનિ સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી હળવો વરસી જાય : ગુજરાતમાં વરસાદી એકટીવીટી જળવાઈ રહેશે : વાદળછાયુ વાતાવરણ જોવા મળશે

રાજકોટ, તા. ૧૭ : સત્તાવાર રીતે મેઘરાજાએ હજુ વિદાય લીધી નથી. ગત મહિનામાં એટલે કે ઓગષ્ટ અને ચાલુ મહિનાના શરૂઆતના દિવસોમાં મેઘરાજા ધરાઈને વરસ્યા હતા. દરમિયાન હાલના અનુમાનો મુજબ આવતા સપ્તાહમાં મેઘરાજાનો ફરી એક રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી શકયતા છે.

હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે આગામી દિવસોમાં આજે અને આવતીકાલે રાજય લેવલે ખાસ વરસાદી એકટીવીટી જોવા નહિં મળે. કયાંક હળવા ઝાપટા આવી શકે. તેમજ તા.૧૯ થી ૨૧ (ગુરૂ થી શનિ) દક્ષિણ, પૂર્વ, ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારોમાં કયાંક ઝાપટા કે હળવો વરસાદી આવી શકે તેવી શકયતા છે. કચ્છમાં કોઈ શકયતા જણાતી નથી. મુખ્યત્વે ધુપછાંવ મિશ્રિત વાતાવરણ રહેશે. ટૂંકમાં પાછલા દિવસોમાં ગુજરાતના ભાગોમાં વરસાદી એકટીવીટી પ્રમાણ વધુ રહે.

દરમિયાન તા.૨૨ થી ૨૮ સુધી સમગ્ર રાજયમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવી હાલના અનુમાનો મુજબ ૭૦ ટકા શકયતા રહેલી છે.

હાલમાં તો છુટોછવાયો એકાદ બે સ્થળે વરસી જાય. આ સપ્તાહના અંતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ (છુટોછવાયો) વરસાદ પડવાની સંભાવના છે.

 

(10:18 am IST)