Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કોઈપણ પોલીસકર્મી નિયમ ભંગ કરે તો વિડિઓ મોકલી આપો :મહેસાણા એસપીએ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

વીડિયો મોકલનારની ઓળખ ગુપ્ત રખાશે: પ્રથમ દિવસે 13 સરકારી કર્મચારીને દંડ ફટકારાયો

 

મહેસાણા : રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે મહેસાણામાં ટ્રાફિક નિયમના કડક પાલન માટે એસપીએ  સૂચના આપી છે

  પોલીસકર્મીઓને નિયમનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી.છે તેમજ લોકોને પોલીસકર્મી નિયમ ભંગ કરે તો વીડિયો બનાવી મોકલવા અપીલ કરી અને માટે જિલ્લા પોલીસવડાએ વોટસએપ નંબર જાહેર કર્યો. 82 380 410 91 નંબર પર પોલીસકર્મીઓના નિયમભંગ કરતો વીડિયો મોકલી શકાશે અને વીડિયો મોકલનારની ઓળખ ગુપ્ત રખાશે. પ્રથમ દિવસે મહેસાણામાં 13 સરકારી કર્મચારીને દંડ ફટકારાયો છે.

(1:08 am IST)