Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

દહેજમાં સ્ટ્રીટ લાઈટની રીપેરીંગ કરતી વેળાએ વીજ કરંટ લાગતા એકનું કરૂણમોત : ત્રણ ગંભીર

સ્ટ્રીટ લાઈટની મરામત કરવા ગયેલ પિકપ વાનમાં જ વીજ કરંટ ઉતર્યો

 

દહેજ ABG કંપનીના ગેટ પાસે સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવા ગયેલ પિકપ વાનમાં વીજ કરંટ ઉતર્યો હતો. વીજ કરંટ લાગવાની ઘટનામાં વ્યક્તિઓને કરંટ લાગતા એકનું કરૂણમોત નીપજ્યું હતું જયારે ત્રણ લોકોની હાલત ગંભીર બતાવાઈ રહી છે .

અંગે મળતી વિગત મુજબ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે જાગેશ્વર ગામે આવેલ ABG કંપનીના ગેટ નજીક ઈલેક્ટ્રીક સ્ટ્રીટ લાઈટની મરામત કરવા ગયેલા ઇલેક્ટ્રિશ્યનની પિકપ વાન વીજ વાયરના સંપર્કમાં આવતા વીજ કરંટ પિકપ વાનમાં ઉતર્યો હતો, જેના કારણે વાહનની અંદર સવાર માલીવાડ નિલેશ, ડામોર શૈલેષ, ડામોર અંકિત, કાંતિ પરમારને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. સમગ્ર ઘટનામાં પિકપ વાનના ચાલક કાંતિ પરમારને ગંભીર રીતે વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું. જ્યારે અન્ય લોકોને વીજ કરંટની અસર જણાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

(12:49 am IST)
  • નાણામંત્રી હજુ ચોથો બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા : અર્થતંત્રને દોડતું કરવા નાણામંત્રી સીતારામન વધુ એક બુસ્ટર ડોઝ જાહેર કરે તેવી શકયતા છેઃ પ્રસ્તાવને મંજૂરીની જોવાતી રાહઃ આ રાહત લીકવીડીટી વધારવા તથા નિવેશમાં વેગ લાવવા માટે હશેઃ ઓટો સેકટરમાં સ્ક્રેપેજ સ્કીમ પણ લવાશે access_time 4:23 pm IST

  • મુંબઈમાં છેલ્લા ૩ાા મહિનામાં રેકોર્ડબ્રેક ૧૯૨.૨ ઈંચ ખાબકયો : મુંબઈમાં જૂન મહિનામાં ૮૦૦ મી.મી., જુલાઈમાં ૧૭૯૦ મી.મી., ઓગષ્ટમાં ૧૦૬૩ મી.મી. અને સપ્ટેમ્બરની તા.૧૫ સુધીમાં ૧૧૫૦ મી.મી. પડ્યો. આમ કુલ ૪૮૦૩ મી.મી. (૧૯૨.૨ ઈંચ) રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો. સપ્ટેમ્બર મહિનો હજુ અડધો બાકી છે.(૩૭.૫) access_time 10:17 am IST

  • કોલકતાના પૂર્વ કમિશ્નર રાજીવકુમારને ઝટકો : કોર્ટે વચગાળાના જમીન અરજી રદ કરી : બારસાતના જિલ્લા સત્ર ન્યાયધીશે કહ્યું કે આ મામલો તેની અદાલતમાં વિચાર યોગ્ય નથી access_time 1:05 am IST