Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સુરતમાં પીએમ મોદીના જીવનકથન અને કાર્યશૈલીને ઉજાગર કરતુ એક્ઝિબિશન યોજાયું :જબરો પ્રતિસાદ

મોદીના કાર્યો,સુત્રો, યોજનાઓ સહિતના તેમના પ્રવાસો સહિતની વિગતો દર્શાવાઈ

 

સુરત ; આવતીકાલે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો જન્મદિવસ છે ત્યારે સુરતના સાયન્સ સેન્ટર ખાતે અનોખું એક્ઝિબિશન યોજાયું છે  આ એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના જીવન કથન અને કાર્યશૈલીને લગતું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. બે દિવસના આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે

  વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસને લઈને શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે સુરતના  સાયન્સ સેન્ટર  ખાતે વડાપ્રધાન મોદીના કાર્યો,સુત્રો, યોજનાઓ સહિતના તેમના પ્રવાસો સહિતની વિગતો દર્શાવતાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
બે દિવસીય એક્ઝિબિશનમાં સાંજના સમયે રોક બેન્ડ અને આતશબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે. સમગ્ર એક્ઝિબિશનમાં પીએમ મોદીના જન્મથી લઈને તેમની અત્યાર સુધીની કાર્યશૈલી પર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે

(10:55 pm IST)