Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે કેવડિયામાં નમામિ દેવી નર્મદે મહોત્સવમાં પહોંચશે

અમદાવાદ પહોંચ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના શ્રેણીબદ્ધ કાર્યક્રમો રહેશે : પોતાના ૬૯માં જન્મદિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાના આશીર્વાદ મેળવીને વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરશે : કેવડિયામાં બંધના સ્થળે સભાને સંબોધશે

અમદાવાદ,તા.૧૬વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૬૯ વર્ષના થવા જઇ રહ્યા છે. પ્રસંગે તેઓ નર્મદા નદી પર બનેલા ગુજરાતના સરદાર સરોવર બંધના સ્થળે જ્યાં જળ સપાટી પ્રથમ વખત સર્વોચ્ચ સ્તર પર પહોંચી ચુકી છે. બંધની જળ સપાટી ૨૦૧૭માં પ્રથમ વખત વધારવામાં આવી હતી. ત્યારબાદથી જળસપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચી ચુકી છે. આજે મોડી સાંજે અમદાવાદમાં આવી પહોંચ્યા બાદ મોદીના કાર્યક્રમોની શરૂઆત થઇ રહી છે. મોદી આવતીકાલે સવારે ૬૯માં જન્મદિવસના અવસરે નર્મદા જિલ્લાના કેવડિયામાં બંધ સ્થળે જશે અને ત્યાં જળસપાટી સર્વોચ્ચ સ્તરે પહોંચવાના ભાગરુપે આયોજિત નમામિ દેવી નર્મદે મહોત્સવમાં સામેલ થશે. મોદી ગાંધીનગરથી કેવડિયા માટે રવાના થતાં પહેલા રેસાનમાં પોતાની માતા હિરાબાને મળીને આશીર્વાદ મેળવશે. નર્મદાના જિલ્લા કલેક્ટર આઈકે પટેલે કહ્યું છે કે, કેવડિયામાં બંધ સ્થળે પહોંચ્યા બાદ એક સભાને સંબોધન કરશે.

         સમારોહને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. નર્મદા, ભરુચ અને છોટાઉદેપુર જિલ્લામાંથી ૧૦૦૦૦થી વધુ લોકો પહોંચનાર છે. સભા બાદ બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. વડાપ્રધાન બપોરે ૧૨ વાગે જગ્યાથી રવાના થતાં પહેલા કેવડિયા પાસે ગરુડેશ્વર ગામમાં ભગવાન દત્તાત્રેય મંદિરમાં દર્શન કરશે. મંદિરના અધિકારીઓએ અંગેના અહેવાલને સમર્થન આપતા કહ્યું છે કે, એનસીએ દ્વારા વર્ષ ૨૦૧૪માં બંધની ઉંચાઈ ૧૨૧.૯૨ મીટરથી વધારીને ૧૩૮.૬૮ મીટર સુધી કરવાની મંજુરી આપી હતી. બંધનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ ૧૭મી સપ્ટેમ્બર ૨૦૧૭ના દિવસે કર્યું હતું. સરકાર મુજબ નમામિ દેવી નર્મદે મહોત્સવ સમગ્ર રાજ્યમાં મનાવવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજાશે. આયોજિત કાર્યક્રમમાં લોક કલાકારો અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારો ભાગ લેશે.

               ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી વધુએ ભરાઇ ગયો છે અને રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે ત્યારે ઉમંગ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ કેવડિયા ખાતે ઉપસ્થિત રહીને નમામી દેવી નર્મદે મહોત્સવમાં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે. વડાપ્રધાનના જન્મદિન પ્રસંગે યોજાનાર નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સવારે :૦૦ થી ૧૦:૦૦ એક કલાક દરમિયાન નદી, નાળા, તળાવોમાં રોજીંદા જીવનમાં વપરાતા સીંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રિકરણ કરાશે. તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વૃક્ષા રોપણના કાર્યક્રમોમાં પણ નાગરિકોને જોડાવવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના ૭૦માં જન્મદિવસે તેમના પરિશ્રમ અને પુરૂષાર્થી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી નમર્દા યોજનાનો સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ ભરાવાના સુભગ સમન્વયે અવસરને 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' તરીકે ઉજવવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં આયોજન થયું છે. તેમણે ઉમેર્યું કે, કેવડિયા ખાતે યોજાનાર મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, વડાપ્રધાન કેવડિયા ખાતે આકાર લઇ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેકટસ રિવર રાફટીંગ, જંગલ સફારી પાર્ક, બટરફલાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની મુલાકાત લઇને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેર સભા સંબોધશે તેમજ રાજ્યના નાગરિકોના ઉમંગ-ઉલ્લાસમાં નવું બળ પૂરશે.

          તેમણે ઉમેર્યું હતું કે, નર્મદા ડેમ આજે ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે. ગુજરાતના જનજનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઊત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં મંત્રી મંડળના સભ્યો સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એટલું નહિ તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. મંત્રી જાડેજાએ કહ્યું કે, રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરાશે. સાથે સાથે નદી કાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરાશે. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ મહોત્સવ અંતર્ગત યોજાવાના છે. જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં જન ઉત્સવમાં લોક કલાકારો પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મી કલાકારો, લોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઇને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે. વરિષ્ઠ સાધુ-સંતો, ધર્મગુરૂઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યકિત વિશેષો પણ જનઉમંગ ઉત્સવમાં જોડાવાના છે. આપણે સૌ સાથે મળીને મા નર્મદા જ્યારે આપણા આંગણે આવી છે તો તેને વધાવીએ અને આપણા પર નર્મદા મૈયાની કાયમી કૃપા રહે માટે આર્શીવચન મેળવીએ તેમ તેમણે જણાવ્યું હતું.

(8:55 pm IST)