Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

માઝુમ ડેમના બે દરવાજા ખોલાયા :માઝુમ નદી ગાંડીતુર: ખડોદા કોઝવે પાણીમાં ગરકાવ: ૧૦ ગામનો સંપર્ક તૂટ્યો

કોઝવે પરથી ૩ ફૂટ પાણી ફરી વળતા ૧૦થી વધુ ગામોનો સંપર્ક વિહોણા

મોડાસા પંથકમાં અને ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થતા માઝુમ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા રૂલ લેવલ જાળવી રાખવા બે દરવાજા ખોલી ૨૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા માઝુમ નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ગાંડીતુર બની હતી ખડોદા ગામ નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળતા ૧૦ થી વધુ ગામોનો સંપર્ક તૂટતાં પ્રજાજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

માઝુમ ડેમની સપાટી ૧૫૬.૯૫ મીટર પહોંચતા રૂલ લેવલ સપાટી જાળવવા ડેમ માંથી પાણી છોડતા ખડોદા નજીક કોઝવે પરથી ૩ ફૂટ પાણી ફરી વળતા ૧૦થી વધુ ગામોનો સંપર્ક વિહોણા બનતા પ્રજાજનોએ જીવન જોખમે કોઝવે પરથી પસાર થવા મજબુર બનવું પડ્યું હતું વિદ્યાર્થીઓ અને બીમાર દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

(8:04 pm IST)