Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા કારીગરોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહિ ચૂકવાતા ઓફિસે હોબાળો

અધિકારીઓએ વાત સાંભળવાને બદલે ઓફિસની નીચે ઉતારી બહાર કરી દેવાતા કારીગરોમાં ભારે રોષ

અમદાવાદના મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા કારીગરોને છેલ્લા ત્રણ  મહિનાથી પગાર નહિ ચુકવતા ભારે રોષ ફેલાયો હતો ત્રણ મહિનાથી પગારથી વંચિત કારીગરોએ ભારે હોબાળો મચાવ્યો હતો

 આ અંગે મળતી વિગત મુજબ . ન્યુ કોટન અમરાઇવાડીની ઓફિસ પાસે પગારની માંગણી સાથે કારીગરોએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ કંપનીના અધિકારીઓએ તેમની વાત સાંભળવાને બદલે તેમને મેટ્રો રેલ ઓફિસની નીચે ઉતારી બહાર કરી દેવાતા કારીગરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ ત્રણ મહિનાથી પગાર ન મળતા તેમની હાલત કફોડી બની છે.

(8:00 pm IST)