Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વલસાડના કપરાડામાં સેલ્ફીના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો:કોઠાર ગામે કોલક નદીમાં ડૂબી જવાથી મોત

 

વલસાડના કપરાડામાં એક યુવકને સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ ગૂમાવવાનો વારો આવ્યો. કપરાડા તાલુકામાં કોઠાર ગામે કોલક નદીમાં યુવક ડૂબી જતા સ્થાનિક લોકો અને ફાયર  વિભાગની મદદ થી લોકોએ યુવકની લાશને બહાર કાઢી હતી. યુવક તેના અન્ય મિત્રો સાથે નદીમાં નહાવા પડયો હતો. જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેના કારણે યુવકને પોતાનો જીવ ગુમાવવો પડયો હતો.

(12:40 am IST)