Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પાવી જેતપુરના ડેરિયા ગામે રહેણાંક વિસ્તારમાંમહાકાય અજગર દેખાતા લોકોમાં ફફડાટ

વન વિભાગે રેસ્ક્યુ કરીને અજગરને પાંજરે પૂરતા ગ્રામજનોને રાહત ;સુરક્ષિત જગ્યાએ છોડવા તજવીજ

 

પાવીજેતપુરના ડેરીયા ગામે રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોતાના રહેણાંક વિસ્તારમાં અચાનક વિશાળકાય અજગર દેખાતા લોકોમા ભયની   લાગણી વ્યાપી ગઇ હતી. જો કે લોકોએ સમયસૂચકતા વાપરીને વન વિભાગને જાણ કરી દીધી હતી.

  વનવિભાગે રેસ્ક્યૂ કરી અજગરને પકડી લઇને પાંજરે કરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિભાગે દસ ફૂટ લાંબા અજગરને પકડી જંગલમાં સુરક્ષીત છોડવાની તજવીજ હાથ ધરી હતી.

-- 

(9:09 pm IST)